Prabhu Deva Family Tree : પ્રભુ દેવાનો આખો પરિવાર પિતાથી લઈ ભાઈ પત્ની રહી ચૂક્યા છે ડાન્સર, જાણો ‘ઈન્ડિયાના માઈકલ જેક્સન’ના પરિવાર વિશે

|

Aug 01, 2023 | 2:27 PM

પ્રભુ દેવા (Prabhu Deva )નો જન્મ કર્ણાટકના મૈસુરમાં થયો હતો. પ્રભુ દેવાના પિતા મુગુર સુંદર સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મશહુર કોરિયોગ્રાફર હતા. પ્રભુદેવાએ તેના પિતાની જેમ ડાન્સર બનવાનું સપનું જોયું હતુ અને તેનું આ સપનું સાકાર પણ કર્યું. તેમણે ભરતનાટ્યમ સિવાય અનેક ક્લાસિક્લ ડાન્સ ફોર્મ શીખ્યા છે.

1 / 8

2 / 8
પ્રભુદેવાના પિતા પણ એક મહાન ડાન્સરના હતા, જેમણે સાઉથની ફિલ્મોમાં ડાન્સ માસ્ટર તરીકે કામ કર્યું હતું. તેમનો આખો પરિવાર ડાન્સ સાથે જોડાયેલો છે. તેમના બંને ભાઈઓ રાજુ સુંદરમ અને નાગેન્દ્ર પ્રસાદ પણ કોરિયોગ્રાફર છે.

3 / 8
તમને જણાવી દઈએ કે પ્રભુ દેવાએ વર્ષ 1995માં રામલત સાથે લગ્ન કર્યા હતા.  તેમની પ્રથમ પત્ની રામલત સાથે તેમને બે પુત્રો છે, તેમના ત્રીજા પુત્રનું 2008માં કેન્સરથી મૃત્યુ થયું હતું.

4 / 8
પોતાની કોરિયોગ્રાફીથી ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચાવનાર પ્રભુ દેવાના ઘરમાં થોડા મહિના પહેલા જ લક્ષ્મી આવી છે. તે ચોથી વખત પિતા બન્યો છે. તેમની બીજી પત્ની હિમાનીએ પુત્રીને જન્મ આપ્યો છે.

5 / 8
તમને જણાવી દીએ કે પ્રભુદેવાની પહેલી પત્નીથી ત્રણ પુત્ર હતા. એટલે જ હવે ઘરમાં દીકરીના આગમનથી તે વધુ ખુશ છે. અને વધુને વધુ સમય તે પોતાની પુત્રી સાથે વિતાવવા માગે છે. પુત્રીના આગમન પર ખુશીથી ઝૂમી ઉઠેલા પ્રભુદેવા વધુમાં વધુ સમય ઘર પર વિતાવવા ઈચ્છે છે.

6 / 8
રામલત મુસ્લિમ અને ક્લાસિકલ ડાન્સર હતી. લગ્ન પછી રામલતે હિંદુ ધર્મ અપનાવ્યો અને પોતાનું નામ બદલીને લતા કરી દીધું. લગ્નના થોડા સમય બાદ એવા સમાચાર આવ્યા હતા કે પ્રભુ દેવા સાઉથની અભિનેત્રી નયનતારાને ડેટ કરી રહ્યા છે, જેના કારણે તેમની પત્ની લતાએ તેમને છૂટાછેડા આપી દીધા હતા. જો કે, આજે પ્રભુદેવા એવા તબક્કે પહોંચી ગયા છે જ્યાં તેમને કોઈ પરિચયની જરૂર નથી.

7 / 8
કહેવામાં આવે છે કે, ડાન્સ ડિરેક્ટર તરીકે તેમની પહેલી ફિલ્મ 'વેત્રી વિઝા' હતી. તેણે વર્ષ 1994માં 'ઈન્દુ' ફિલ્મ કરી હતી. તેના ફિલ્મી કરિયરની વાત કરીએ તો તેણે 100 થી વધુ ફિલ્મોમાં કોરિયોગ્રાફી કરી છે. પ્રભુદેવા કોરિયોગ્રાફીમાં અનેક નેશનલ એવોર્ડ પણ પોતાને નામ કરી ચૂક્યા છે.

8 / 8
 પ્રભુ દેવાએ માત્ર નૃત્યમાં જ અદભુત અભિનય દર્શાવ્યો છે, પરંતુ તેણે બોલિવૂડના ભાઈજાન એટલે કે સલમાન ખાનની ડૂબતી કારકિર્દીને પણ સપોર્ટ કર્યો છે. વર્ષ 2002 થી 2007 સુધી સલમાનનું કરિયર લગભગ ડગમગી ગયું હતું. આ એ સમય હતો જ્યારે સલમાનની ઘણી ફિલ્મો સતત ફ્લોપ થઈ રહી હતી અને આશાનું કોઈ કિરણ દેખાતું ન હતું. આવી રીતે પ્રભુદેવા મસીહા બનીને સલમાનની હોડીને પાર લઈ ગયા પ્રભુ દેવાએ પહેલીવાર સલમાન ખાન સાથે 2009માં આવેલી ફિલ્મ 'વોન્ટેડ'માં કામ કર્યું હતું. આ તેનું બોલિવૂડમાં ડેબ્યુ હતું. આ ફિલ્મમાં પ્રભુ નિર્દેશક હતા, નૃત્યમાં નિપુણતા ધરાવતા પ્રભુ દેવાએ નિર્દેશનમાં પણ અજાયબીઓ કરી હતી. આ ફિલ્મ દર્શકોમાં બ્લોકબસ્ટર સાબિત થઈ હતી.

Published On - 9:37 am, Thu, 20 July 23

Next Photo Gallery