Roger Binny family Tree: દીકરો ક્રિકેટર, વહુ સ્પોર્ટસ એન્કર, આવો છે BCCIના પ્રમુખ રોજર બિન્નીનો પરિવાર
BCCI President Roger Binny family Tree: 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમના ઓલરાઉન્ડર રોજર બિન્ની 36માં પ્રમુખ બન્યા છે.રોજર બિન્નીનું પૂરું નામ રોજર માઈકલ હમ્ફ્રે બિન્ની છે. રોજર ભારતના પ્રથમ એંગ્લો ક્રિકેટર હતા જે સ્કોટિશ વંશના છે પરંતુ તેમનો જન્મ અને ઉછેર ભારતમાં થયો હતો. તેનો પરિવાર મૂળ સ્કોટલેન્ડનો છે.
1 / 6
રોજર બિન્નીની દેખરેખ હેઠળ ભારતીય ટીમે વર્ષ 2000માં મોહમ્મદ કૈફ, રિતિન્દર સિંહ સોઢી, યુવરાજ સિંહ જેવા ખેલાડીઓની હાજરીમાં વર્લ્ડ કપ જીત્યો હતો. બિન્ની અગાઉ સંદીપ પાટીલની આગેવાની હેઠળની સીનિયર પસંદગી સમિતિના સભ્ય હતા. તેઓ 2012માં રાષ્ટ્રીય પસંદગીકાર પણ બન્યા હતા તેમનો પુત્ર સ્ટુઅર્ટ, જે પોતે રાષ્ટ્રીય સ્તરનો ઓલરાઉન્ડર ક્રિકેટર રહી ચૂક્યો છે.
2 / 6
તેમના પારિવા વિશે વાત કરીએ તો, બિન્નીના પિતા ભારતીય રેલવેમાં ગાર્ડ હતા. તેને ક્રિકેટનો ઘણો શોખ હતો. શરૂઆતમાં રોજર બિન્નીએ જેવલિન પર હાથ અજમાવ્યો. જોકે બાદમાં તેણે ક્રિકેટ પસંદ કર્યું. સ્કોટિશ મૂળના બિન્ની ભારત માટે રમનાર પ્રથમ એંગ્લો ક્રિકેટર હતા. બિન્ની સિન્થિયા સાથે લગ્ન કર્યા હતા. લૌરા અને લિસા તેમની પુત્રીઓ છે. સ્ટુઅર્ટ બિન્ની તેમનો પુત્ર છે.
3 / 6
સ્ટુઅર્ટ બિન્નીએ 2014માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેણે પોતાની પ્રથમ વનડે ન્યૂઝીલેન્ડ સામે રમી હતી. ભારત માટે 6 ટેસ્ટ, 14 ODI અને 3 T20 મેચ રમનાર સ્ટુઅર્ટે 2021માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.
4 / 6
17 જૂન 2014ના રોજ, તેણે ઢાકામાં બાંગ્લાદેશ સામેની ODI મેચમાં ભારત માટે શ્રેષ્ઠ બોલિંગ કરી હતી. સ્ટુઅર્ટ બિન્નીએ 4.4 ઓવરમાં માત્ર 4 રન આપીને છ વિકેટ લઈને બાંગ્લાદેશની બેટિંગની કમર તોડી નાખી હતી.
5 / 6
સ્ટુઅર્ટ બિન્નીની પત્ની મયંતી લેંગર સ્પોર્ટ્સ એન્કર છે. બંનેએ 2012માં લગ્ન કર્યા હતા. મયંતી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.( photo: Instagram/mayantilanger_b)
6 / 6
મયંતી લેંગરના સસરા રોજર બિન્ની બીસીસીઆઈના અધ્યક્ષ બન્યાના એક દિવસ પછી, પુત્રવધૂ મયંતીએ ખાસ સંદેશ સાથે તેમને શુભેચ્છાઓ આપી હતી.
Published On - 2:06 pm, Sun, 25 June 23