
ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોની પહેલી સીઝનમાં 13 એપિસોડ હતા એટલે કે, તેમણે એક સીઝનમાં 75 કરોડની કમાણી કરી હતી. બીજી સીઝન ચાલી રહી છે. જેના 5 એપિસોડ આવી ચૂક્યા છે અને હજુ વધુ એપિસોડ આવશે, તેમજ ત્રીજી સીઝન પણ આવી રહી છે.

હાલમાં કપિલ શર્માની નેટવર્થ 300 કરોડની આસપાસ બતાવવામાં આવી રહી છે. જે પહેલી વખત 2007માં ચર્ચામાં આવ્યો હતો. આ સમયે તે ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જની સીઝન 3 હતી. ત્યારબાદ 2013માં તેમણે ટીવી પર પોતાનો શો શરુ કર્યું, 10 વર્ષસુધી આ શો ટીવી પર આવ્યો હતો. અને હવે ઓટીટી પર આ શો શિફટ થઈ ચૂક્યો છે.