પુનીત રાજકુમાર પરિવાર :એક એવો અભિનેતા કે જેમણે દુનિયાને અલવિદા કહેતી વખતે પણ મહાન કામ કર્યુ, પોતાની આંખો કરી હતી દાન

|

Oct 30, 2023 | 2:04 PM

પુનીતાના અંતિમ દર્શન માટે કેટલાય કિલોમીટર લાંબી કતારો લાગી હતી. કેટલાક ચાહકોએ તો આત્મહત્યા કરી અને કેટલાક આઘાતને કારણે હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા હતા., પુનીત કન્નડના સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા પણ હતો, જેમની 14 ફિલ્મો સતત 100 દિવસ સુધી થિયેટરોમાં ચાલી હતી.

1 / 6
પુનીત કન્નડ સિનેમાના આઇકોન ગણાતા હતા. દાદા સાહેબ ફાળકે પુરસ્કાર મેળવનાર કન્નડ ઉદ્યોગના તેઓ પ્રથમ અભિનેતા હતા.

2 / 6
પુનીતાના પિતાનું નામ રાજકુમાર અને માતાનું નામ પર્વત્મા હતું. પુનીતના પિતા ફિલ્મી બ્રેકગ્રાઉન્ડમાંથી  હતા. માતા પણ પ્રોડ્યુસર અને ડિસ્ટ્રીબ્યુટર તરીકે કામ કરી ચૂકી હતી. તેના પિતા રાજકુમાર કન્નડ સિનેમાના લેજેન્ડરી સિંગર અને અભિનેતા હતા.

3 / 6
પુનીતનો જન્મ 17 માર્ચ 1975ના રોજ ચેન્નાઈમાં થયો હતો. પુનીત 5 ભાઈ-બહેન હતા. જેમાં તે સૌથી નાનો હતો. જ્યારે તે 6 વર્ષનો હતો. ત્યારે તેનો પરિવાર મૈસુર શિફટ થયો હતો. પુનીતના પિતા તેમને અને તેમની બહેનને પોતાના ફિલ્મના સેટ પર લઈ જતા હતા. પુનીતનો આખો પરિવાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે.

4 / 6
 અભિનેતાના અંગત જીવનની વાત કરીએ તો પુનીતે 1 ડિસેમ્બર 1999ના રોજ અશ્વિની રેવંત સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેને બે પુત્રીઓ છે.પુનીત રાજકુમારનું ગત્ત  વર્ષ 2021માં હાર્ટ એટેકથી અવસાન થયું હતું. પુનીતના મૃત્યુથી આખું સિનેમા જગત આઘાતમાં હતું. તેઓ એક સારા ગાયક પણ હતા. પુનીતે વર્ષ 2002માં ફિલ્મ 'અપ્પુ'થી એક્ટર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં પુનીતે પહેલીવાર એક ગીત પણ ગાયું હતું, જેને ચાહકોએ ખૂબ પસંદ કર્યું હતું.

5 / 6
અભિનેતા પુનીતને બાળપણથી જ અભિનયનો શોખ હતો. તેણે બાળ કલાકાર તરીકે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.  કન્નડ ફિલ્મોમાં કામ કરનાર પુનીતની ઘણી ફિલ્મોએ રેકોર્ડ તોડ્યા છે. અભિનેતાના ચાહકો તેને પ્રેમથી અપ્પુ કહેતા હતા.

6 / 6
એક્ટિંગની દુનિયામાં પોતાનું નામ બનાવનાર પુનીત રાજકુમાર માત્ર એક્ટર જ નહીં પરંતુ એક સામાજિક કાર્યકર પણ હતા. ફિલ્મોમાં અભિનયની સાથે સાથે તેઓ 26 અનાથાશ્રમ, 19 ગૌશાળા અને 16 વૃદ્ધાશ્રમ ચલાવતા હતા. આ ઉપરાંત તેઓ 4800 આર્થિક રીતે નબળા બાળકોના શિક્ષણ અને રહેવાની જવાબદારી પણ નિભાવતા હતા.

Next Photo Gallery