કંગુવા ફિલ્મ આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ છે. સૂર્યાની ફિલ્મ કંગુવા રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મના શાનદાર એક્શન સીન સાથે રુંવાડા ઉભા કરી દે તેવા દ્રશ્યો પણ છે. તો આજે આપણે કંગુવા ફિલ્મના સ્ટાર કાસ્ટની ફી વિશે વાત કરીએ.
મીડિયા રિપોર્ટ મુજબ સૂર્યા સાથે ટકરાવવા માટે બોબી દેઓલને માત્ર 5 કરોડ રુપિયાનો ચાર્જ મળ્યો છે. આ ફિલ્મમાં કંગુવાનું પાત્ર જબરદસ્ત છે. બોબી દેઓલ ખલનાયકના રુપમાં જોવા મળશે. તેનો લુક પણ ખુબ ડરામણો છે.
સૂર્યાને લઈ કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ માટે સૂર્યાએ અંદાજે 39 કરોડ રુપિયાનો ચાર્જ લીધો છે. આ સિવાય ફિલ્મના પ્રોફિટ શેરિંગમાં પણ ભાગ હશે.
આ ફિલ્મમાં દિશા પટની પણ જોવા મળશે. અભિનેત્રીને લઈ કહેવામાં આવી રહ્યું છે. તેમને કંગુવા ફિલ્મમાં 3 કરોડ રુપિયાની ફી મળી છે.
કંગુવા ફિલ્મ 10 ભાષામાં રિલીઝ થશે. સાઉથની આ ફિલ્મનું બજેટ ખુબ જ મોટું છે. આ ફિલ્મ બનાવવા માટે અંદાજે 300 થી 350 કરોડ રુપિયાનો ખર્ચ થયો છે.