
કંગના રનૌતની ફિલ્મ 'ઇમર્જન્સી'માં ભારતીય ઇતિહાસનો એક ખૂબ મોટો અધ્યાય દર્શાવવામાં આવ્યો છે. આ ફિલ્મમાં, ઇન્દિરા ગાંધીની સરકારે શેખ મુજીબુરહમાનને આપેલા સમર્થનને દર્શાવવામાં આવ્યું છે. વાસ્તવમાં મુજીબુરહમાનને બાંગ્લાદેશના પિતા કહેવામાં આવે છે.

હવે એવી ચર્ચા છે કે, ફિલ્મમાં દેખાડવામાં આવેલા દ્રશ્યોને કારણે ફિલ્મ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ફિલ્મ 17 જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ પહેલા કંગના રનૌતની ફિલ્મને મોટો ઝટકો લાગ્યો છે.

બાંગ્લાદેશમાં આ ફિલ્મ પર પ્રતિબંધ દર્શાવે છે કે હાલમાં બંને દેશો વચ્ચેનું રાજકીય વાતાવરણ છે. આ પહેલા પણ પુષ્પા 2,ભૂલ ભુલૈયા ફિલ્મને બાંગ્લાદેશમાં રિલીઝ થતાં અટકાવવામાં આવી હતી. હજુ સુધી ઈમરજન્સી ફિલ્મના પ્રતિબંધને લઈ કોઈનું નિવેદન સામે આવ્યું નથી.