Kajol Family Tree : પિતા, દાદાથી લઈને માતા, બહેન, પતિ કાજોલનો આખો પરિવાર બોલિવુડમાં હિટ ફિલ્મો આપી ચૂક્યો છે, પુત્રી થોડા સમયમાં જ કરશે બોલિવુડમાં એન્ટ્રી
કાજોલનો જન્મ એવા પરિવારમાં થયો છે જેની પેઢીઓ બોલીવુડમાં સક્રિય રહી છે. કાજોલ (Kajol ) નું તેના પિતા સાથે સારું બોન્ડિંગ હતું. તે પણ બોલિવુડ સાથે સંકળાયેલા હતા.
1 / 6
કાજોલનો જન્મ એવા પરિવાર (Kajol Family)માં થયો છે જેની પેઢીઓ બોલીવુડમાં સક્રિય રહી છે. તેમના પિતા શોમુ મુખર્જી જાણીતા નિર્માતા અને દિગ્દર્શક હતા અને માતા તનુજા સમર્થ એક ફિલ્મ અભિનેત્રી હતી.
2 / 6
આજે કાજોલ તેની માતા તનુજાના કારણે એક મહાન અભિનેત્રી છે. માતાનો અભિનય જોઈને તનુજાને આ દિશામાં કરિયર બનાવવાનું મન થયું. તનુજાની માતા અને મોટી બહેન નૂતન હિન્દી ફિલ્મોની મહાન સ્ટાર્સ હતી. તનુજા પણ એક્ટિંગમાં પોતાનું કરિયર બનાવવા આવી હતી.
3 / 6
ફિલ્મી વાતાવરણમાં ઉછરેલી કાજોલે 16 વર્ષની ઉંમરે બોલિવૂડમાં પ્રવેશ કર્યો અને ક્યારેય પાછળ વળીને જોયું નથી. કાજોલ તેના કરિયરમાં અત્યાર સુધી ઘણી સુપરહિટ ફિલ્મોનો ભાગ રહી ચુકી છે.
4 / 6
મુખર્જી પરિવારની ત્રણ પેઢીઓ ફિલ્મોમાં સક્રિય રહી છે.એપ્રિલ 2008માં શોમુ મુખર્જીનું નિધન થઈ ગયું હતુ. કાજોલને એક નાની બહેન તનિષા મુખર્જી છે. જે પણ અનેક ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે. તે બોલિવુડમાં સક્રિય છે પરંતુ તે કાજોલની જેમ બોલિવુડમાં કાંઈ ખાસ સફળતા મેળવી શકી નથી, તનિષા રિયાલિટી શો બિગ બોસની 7મી સીઝનમાં જોવા મળી ચુકી છે.
5 / 6
અજય અને કાજોલ બોલિવુડની ફેમસ જોડીમાંથી એક છે. કાજોલ અને અજય બંનેએ 24 ફેબ્રુઆરી 1999માં લગ્ન કર્યા હતા. બંનેની પહેલી મુલાકાત ફિલ્મ હલચુલના સેટ પર થઈ હતી.જ્યારે અજય દેવગન શાંત સ્વભાવનો હતો. કાજોલે 24 વર્ષની ઉંમરે અજય દેવગન સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નમાં ખાસ લોકો જ સામેલ થયા હતા.
6 / 6
કાજોલ અને અજય દેવગનની જોડી બોલિવૂડમાં ખૂબ જ મજબૂત માનવામાં આવે છે. બંનેના લગ્નને ઘણા વર્ષો થઈ ગયા છે અને તેમના પરિવારને જોઈને તમે પણ કહેશો કે પરિવાર કેટલો ખુશ છે. કાજોલ અને અજયને બે બાળકો છેએક પુત્ર અને એક પુત્રી. તમે કાજોલની દીકરીને સોશિયલ મીડિયા પર ઘણી જોઈ હશે અને તેનું નામ ન્યાસા છે, પરંતુ તેના પુત્ર વિશે બહુ ઓછા લોકો જાણે છે. કાજોલે તેના પુત્રને ખૂબ જ સુંદર અને અનોખું નામ આપ્યું છે. તેના પુત્રનું નામ યુગ રાખ્યું છે.
Published On - 8:26 am, Sat, 5 August 23