
તાન્યા મિત્તલનો જન્મ 27 સપ્ટેમ્બર 2000ના રોજ ગ્વાલિયર મધ્યપ્રદેશમાં થયો હતો. તેની પર્સનલ લાઈફમાં અનેક ઉતાર ચઢાવ આવ્યા છે.

માત્ર 19 વર્ષની ઉંમરે તાન્યાએ બિઝનેસ ફીલ્ડમાં પગ રાખ્યો હતો અને માત્ર 500 રુપિયાના ઈન્વેસ્ટમેન્ટથી શરુ કરી હતી. તેમણે હેન્ડમેડ લવ નામની પોતાની એક બ્રાન્ડની સ્થાપના કરી હતી. આજે બ્રાન્ડના હજારો ફોલોઅર્સ છે.

તાન્યા મિત્તલના પરિવારની જો આપણે વાત કરીએ તો તેના પરિવારમાં તેના પિતા રવિ મિત્તલ, ભાઈ અમૃતેશ મિત્તલ, માતા સુનિતા મિત્તલ અને 88 વર્ષીય દાદા રાજેન્દ્ર પ્રસાદ છે.

તાન્યા મિત્તલના પિતા, રવિ મિત્તલ નોઈડામાં રહે છે અને રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેનો ભાઈ, અમૃતેશ મિત્તલ, તાન્યાને તેના બિઝનેસમાં ટેકો આપે છે, અને તેની માતા, સુનિતા મિત્તલ, ગૃહિણી છે.

તેમણે મિસ ટુરિઝમ એશિયા 2018નો ખિતાબ જીત્યો છે અને લેબનોનમાં યોજાયેલી સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે.

જો આપણે તાન્યાના શિક્ષણ વિશે વાત કરીએ તો તેમણે તેનો અભ્યાસ ગ્વાલિયરની વિદ્યા પબ્લિક સ્કૂલમાંથી કર્યો છે. ત્યારબાદ તેમણે ચંદીગઢ વિશ્વવિદ્યાલયમાંથી તેમણે આર્કિટેક્ચરમાં ડિગ્રી મેળવી છે.

આ સાથે તેમણે મોડલિંગ અને સામાજિક કાર્યોના કારણે લોકો તેને વધુ ઓળખે છે.પોતાના સોશિયલ મીડિયા ફોલોઅર્સ સાથે આધ્યાત્મિક સ્ટોરીઓ અને મોટીવેશન પોસ્ટ્સ પણ શેર કરે છે.

તાન્યા મિત્તલ 500 સાડીઓ, ચાંદીની થાળી અને 50 જ્વેલરી લઈને ઘરમાં પ્રવેશી છે. ચાહકોને તાન્યા મિત્તલનો સાડી લુક ખુબ જ પસંદ આવે છે.

બિગ બોસ 19માં સાડીના લુકમાં જોવા મળતી તાન્યા મિત્તલ ખુબ જ સ્ટાઈલિશ પણ છે.
Published On - 6:21 am, Tue, 30 September 25