2 વખત છુટાછેડા થયા, બોલિવુડ અને ટીવી સિરીયલમાં છે મોટું નામ, આવો છે કરણ વીર મહેરાનો પરિવાર

|

Oct 03, 2024 | 7:34 AM

કરણ વીર મહેરા એક ભારતીય ટેલિવિઝન અભિનેતા છે. તેણે 2005માં શો, રીમિક્સ સાથે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે સોની એસએબી ટીવી, બીવી ઔર મેંમાં પણ મુખ્ય ભૂમિકા ભજવતો જોવા મળ્યો હતો.

1 / 13
બાળપણથી જ તે અભિનેતા બનવા માંગતો હતો, તેથી તે અભિનય શીખવા માટે બેરી જ્હોન એક્ટિંગ સ્ટુડિયોમાં જોડાયો હતો.તેમણે થિયેટર એક્ટર તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી અને વિવિધ થિયેટર નાટકોમાં અભિનય કર્યો હતો. તો આજે આપણે ખતરો કે ખેલાડીના વિજેતા કરણ વીરના પરિવાર વિશે વાત કરીએ.

2 / 13
અભિનેતા રાગિની એમએમએસ 2, મેરે પપ્પા કી મારુતિ, બ્લડ મની, બદમાશિયાં જેવી બોલિવૂડ ફિલ્મોમાં પણ જોવા મળ્યો હતો. તે ફિયર ફેક્ટરઃ ખતરોં કે ખિલાડી 14નો વિજેતા છે.

3 / 13
ખતરો કે ખેલાડીની વિજેતા કરણ મહેરાના પરિવાર તેમજ પર્સનલ લાઈફ વિશે જાણો

4 / 13
કરણ મહેરાનો જન્મ દિલ્હીમાં થયો હતો. તેણે 10મી સુધી મસૂરી વાઈનબર્ગ એલન સ્કૂલમાં બોર્ડિંગ સ્કૂલમાં અભ્યાસ કર્યો. પછી તેણે દિલ્હીમાં આગળનો અભ્યાસ કર્યો. તેણે દિલ્હી પબ્લિક સ્કૂલ (DPS)માં 11મું અને 12મું પાસ કર્યું. તેણે દિલ્હી કોલેજ ઓફ આર્ટસ એન્ડ કોમર્સ (દિલ્હી યુનિવર્સિટી)માંથી એડવર્ટાઇઝિંગ અને સેલ્સ પ્રમોશનમાં સ્નાતકનો અભ્યાસ કર્યો છે.

5 / 13
કરણ વીર મહેરાના નામ પાછળ એક અનોખું કારણ જોડાયેલું છે, કરણે તેની દાદીના કહેવા પર તેના નામમાં વીર ઉમેર્યું છે,કરણના દિવંગત દાદાનું નામ વીર હતુ.

6 / 13
કરણ તાજેતરમાં સ્વરા ભાસ્કર, પુરબ કોહલી, સુમીત વ્યાસ, નેહા ચૌહાણ, માનસી રાચ્છ, દેવિકા વત્સ, રોહન શાહ, સાથે "વૂટ" પર પ્રસારિત "જયેશ" તરીકે વેબ સિરીઝ ઇટ્સ નોટ ધેટ સિમ્પલ (2018) માં જોવા મળ્યો હતો.

7 / 13
કરણ બરખા બિષ્ટ સેનગુપ્તા સાથે વેબ સિરીઝ કપલ ઓફ મિસ્ટેક્સમાં અશ્વિન તરીકે પણ જોવા મળી ચૂક્યો છે. કરણ વીર મહેરા શોર્ટ ફિલ્મ, બોલિવુડ ફિલ્મ તેમજ વેબ સીરિઝમાં જોવા મળી ચૂક્યો છે.

8 / 13
 કરણ એક મોટો રમતગમતનો શોખીન છે. તે બોક્સ ક્રિકેટ લીગ અને ASFC (ઓલ સ્ટાર્સ ફૂટબોલ ક્લબ)નો ભાગ પણ રહી ચૂક્યો છે. અભિનેતા કાર અને બાઈકનો પણ ખુબ શોખીન છે.

9 / 13
કરણે વિવિધ ટીવી જાહેરાતોમાં મોડલ તરીકે કામ કર્યું છે અને ઘણા ફેશન શોમાં રેમ્પ વોક કર્યું છે.કરણ વીર મહેરાને એક ઓટોરિક્ષાએ ટક્કર મારતાં તેના પગમાં ફ્રેક્ચર થયું હતું. તે સમયે તે એક ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાનો હતો જેમાં તેણે હોકી પ્લેયરનું પાત્ર ભજવવાનું હતું, પરંતુ અકસ્માતને કારણે તેણે ફિલ્મ પડતી મૂકી. પરિણામે, કરણ ડિપ્રેશનમાં ગયો હતો.

10 / 13
  2024માં રિયાલિટી ટીવી શો ખતરોં કે ખિલાડી સીઝન 14 ના વિજેતા બન્યો છે. શો જીતવા પર, તેને ટ્રોફી, હ્યુન્ડાઈ ક્રેટા કાર અને 20 લાખ રૂપિયાનું ઈનામ મળ્યું છે.

11 / 13
2 વખત છુટાછેડા થયા, બોલિવુડ અને ટીવી સિરીયલમાં છે મોટું નામ, આવો છે કરણ વીર મહેરાનો પરિવાર

12 / 13
તમને જણાવી દઈએ કે, નિધિ સેઠ પહેલા કરણ વીર મહેરાએ તેની બાળપણની મિત્ર દેવિકા સાથે પહેલા લગ્ન કર્યા હતા. પરંતુ, દેવિકા સાથે કરણનો સંબંધ માત્ર 9 વર્ષ જ ચાલ્યો. બંનેએ 2018માં છૂટાછેડા લીધા હતા. આ પછી કરણે 2021માં નિધિ સેઠ સાથે લગ્ન કર્યા.અભિનેતાએ તેની બીજી પત્ની નિધિ સેઠ સાથે પણ છૂટાછેડા લીધા છે.

13 / 13
નિધિ શેઠનો જન્મ 6 મે 1990ના રોજ અમદાવાદ ગુજરાત, ભારતમાં થયો હતો. તે એક અભિનેત્રી છે, જે હેલો (2023), અદાલત (2010) માં પણ જોવા મળી ચૂકી છે.

Next Photo Gallery