3 બાળકોનો પિતા, પૂર્વ પત્ની છે ગુજરાતી , લગ્નના 29 વર્ષ પછી લીધા છૂટાછેડા લેનાર રહેમાનનો આવો છે પરિવાર

|

Jan 06, 2025 | 9:23 AM

સિંગર-કમ્પોઝર એ.આર રહેમાનની પત્ની છૂટાછેડા બાદ ચર્ચામાં છે. ચાલો તમને જણાવીએ કે સાયરા બાનુ કોણ છે અને એઆર રહેમાનના પરિવારમાં કોણ કોણ છે તેના વિશે જાણીએ.

1 / 14
 19 નવેમ્બરના રોજ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા હતા. સિંગર-કમ્પોઝર એ.આર રહેમાને 29 વર્ષના સંબંધોને પૂર્ણ કર્યો છે. 57 વર્ષનો કમ્પોઝર રહેમાનના છુટાછેડા થયા છે. ત્યારથી તમામ લોકો જાણવા માંગે છે કે, એ.આર રહેમાનના પરિવારમાં કોણ કોણ છે.

2 / 14
આજે આપણે એ.આર રહેમાનના પરિવાર તેમજ તેની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

3 / 14
સૌથી પહેલા એ.આર.રહેમાનનું અસલી નામ અને ધર્મની વાત કરીએ તો. એ.આર. રહેમાનનું સાચું નામ દિલીપ હતુ. તેના પિતા હિન્દુ હતા અને માતા મુસ્લિમ હતી.

4 / 14
તમને જણાવી દઈએ કે એઆર રહેમાન સૌથી સફળ અને સૌથી વધુ કમાણી કરનારા ભારતીય સંગીતકારોમાંના એક છે. મ્યુઝિક કરિયરમાં તેમણે 50 રૂપિયાથી શરૂઆત કરનાર રહેમાનની કુલ સંપત્તિ 1700 કરોડ રૂપિયાથી વધુ છે.

5 / 14
પહેલા રહેમાનનો પરિવાર હિન્દુ ધર્મનું પાલન કરતો હતો, પરંતુ 1984માં તેમણે મા સાથે ઈસ્લામ ધર્મ કબુલ કર્યો. એટલે દિલીપ કુમાર માંથી તેનું નામ અલ્લા રખા રહેમાન રાખવામાં આવ્યું હતુ. ત્યારે તેની ઉંમર 23 વર્ષની હતી.

6 / 14
 અલ્લાહ રખા રહેમાનનો જન્મ 6 જાન્યુઆરી 1967ના રોજ તમિલનાડુના મદ્રાસમાં દિલીપ કુમાર રાજગોપાલા તરીકે થયો હતો. તેમના પિતા, મુદલિયાર પરિવારના આર.કે. શેખર, તમિલ અને મલયાલમ ફિલ્મો માટે ફિલ્મ સ્કોર કંપોઝર હતા.

7 / 14
 રહેમાને ચાર વર્ષની ઉંમરે પિયાનો શીખવાનું શરૂ કર્યું.તેણે તેના પિતાને સ્ટુડિયોમાં કીબોર્ડ વગાડવામાં મદદ પણ કરતો હતો.સ્લમડોગ મિલિયોનેર માટે ઓસ્કાર જીતનાર રહેમાનનું સિંગત ક્ષેત્રે મોટું નામ છે.

8 / 14
એ.આર.રહેમાનની પૂર્વ પત્ની સાયરા બાનો ગુજરાતના કચ્છની રહેવાસી હતી.જેનો જન્મ 1973માં થયો હતો. તે મ્યુઝિક કંમ્પોઝરથી 7 વર્ષ નાની હતી. સાયરા બાનો મિડલ ક્લાસ પરિવારમાંથી આવતી હતી. તે જરુરિયાત લોકોને સ્વાસ્થની મદદ તેમજ એજ્યુકેશન અને વિકાસ માટે કામ કરે છે.

9 / 14
 27 વર્ષની ઉંમરે એ.આર રહેમાને સાયરા સાથે લગ્ન કર્યા હતા. ત્યારે સાયરાની ઉંમર માત્ર 21 વર્ષની હતી. આ એક અરેન્જ મેરેજ હતા.એ.આર.રહેમાન અને સાયરા બાનુને 3 બાળકો છે. જેમાં 2 દિકરીઓ અને 1 દિકરો છે. રહેમાનની દિકરીઓના નામ ખતીજા અને રહીમા છે.

10 / 14
એ.આર રહેમાનની દિકરી અને દિકરો બંન્ને સિંગર છે.

11 / 14
 હિંદુ પરિવારમાં જન્મેલા રહેમાન જ્યારે 20 વર્ષના હતા ત્યારે ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો. 81મા એકેડેમી એવોર્ડ સમારોહ દરમિયાન રહેમાને તેની માતાને શ્રદ્ધાંજલિ આપી હતી.નવેમ્બર 2024માં એ.આર. રહેમાન અને સાયરા બાનુએ તેમના અલગ થવાની જાહેરાત કરી છે.

12 / 14
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એઆર રહેમાન એક ફિલ્મમાં સંગીત આપવા માટે લગભગ 8 થી 10 કરોડ રૂપિયા લે છે. આ સિવાય તે એક ગીત માટે લગભગ 3 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આજે રહેમાનનું ભારત અને વિદેશમાં ઘર છે.

13 / 14
 આ સિવાય રહેમાન લાઈવ શો પણ કરે છે, જેમાંથી તે સારી એવી કમાણી પણ કરે છે. અહેવાલો અનુસાર, સંગીતકારો એક કલાકના લાઇવ પરફોર્મન્સ માટે પણ 1 થી 2 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

14 / 14
 એઆર રહેમાન અને સાયરાના વકીલે એક નિવેદન જાહેર કરીને આ જાણકારી આપી છે. આ ઉપરાંત વકીલે પોતાના નિવેદનમાં આટલા વર્ષો પછી અલગ થવાનું કારણ પણ આપ્યું છે.

Published On - 7:34 am, Fri, 29 November 24

Next Photo Gallery