
કિરણ રાવનો જન્મ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો, નિવૃત્ત સૈન્ય અધિકારી સી આર રાવ અને ઉમા રાવની પુત્રી છે. તમને જણાવી દઈએ કે, અભિનેત્રી અદિતિ રાવ હૈદરી કિરણ રાવની કઝીન છે.

કિરણ રાવનું બાળપણ કલકત્તામાં પસાર થયું છે, જ્યાં તેમણે લોરેટો હાઉસ અને લા માર્ટીનીયર ફોર ગર્લ્સમાં અભ્યાસ કર્યો હતો.1992માં તેના માતા-પિતાએ કલકત્તા છોડીને બેંગ્લોર જવાનું નક્કી કર્યું જેથી તે અંડરગ્રેજ્યુએટ અભ્યાસ માટે મુંબઈ ગઈ હતી.

1995માં સોફિયા કોલેજ ફોર વુમનમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતક થઈ હતી, સોફિયા પોલીટેકનિકમાં સોશિયલ કોમ્યુનિકેશન્સ મીડિયા કોર્સમાં બે મહિના અભ્યાસ કર્યા બાદ, દિલ્હી જતી રહી. જામિયા મિલિયા ઇસ્લામિયા, નવી દિલ્હી ખાતે AJK માસ કોમ્યુનિકેશન રિસર્ચ સેન્ટર ખાતે માસ્ટર ડિગ્રી મેળવી છે.

કિરણ રાવે તેની કારકિર્દી આશુતોષ ગોવારિકર દ્વારા દિગ્દર્શિત મહાકાવ્ય ફિલ્મ લગાનમાં સહાયક દિગ્દર્શક તરીકે શરૂ કરી હતી, આમિર ખાને આ જ ફિલ્મનું નિર્માણ કર્યું અને અભિનય કર્યો છે.

2024માં તેની ફિલ્મ લાપતા લેડીઝને 97મા એકેડેમી એવોર્ડ માટે શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ માટે એન્ટ્રી થઈ ચૂકી છે.બોલિવુડ ફિલ્મ લાપતા લેડીઝ આ વર્ષે માર્ચમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મની કહાનીએ લોકોને ઘણા પ્રભાવિત કર્યા હતા

કિરણ અને આમિર ખાન બંન્ને લગાનના સેટ પર મળ્યા હતા. આ દંપતીને એક પુત્ર આઝાદ રાવ ખાન છે, જેનો જન્મ ડિસેમ્બર 2011માં થયો હતો (એક સરોગેટ માતા દ્વારા) જેનું નામ આઝાદ રાખવામાં આવ્યું છે.

કિરણ રાવે ડિરેક્ટર તરીકે ફિલ્મ 'ધોબીઘાટ'થી શરૂઆત કરી હતી. આ પછી તેણે દંગલ, સિક્રેટ સુપરસ્ટાર, જાને તુ યા જાને ના, પીપલી લાઈવ અને તલાશ જેવી ફિલ્મોમાં નિર્માતા તરીકે કામ કર્યું. આજે કિરણ રાવનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. પરંતુ આજે પણ તે દરેક બાબતમાં સફળ છે.

કિરણ રાવે ડિસેમ્બર 2005માં અભિનેતા આમિર ખાન સાથે લગ્ન કર્યા, જ્યારે ખાને તેની પ્રથમ પત્ની રીના દત્તા સાથે 2002માં છૂટાછેડા લીધા હતા. રીના દત્તાને 2 બાળકો છે, જ્યારે કિરણ રાવને એક દિકરો છે.
Published On - 7:36 am, Thu, 26 September 24