1.08 કરોડોની કાર, 2 કરોડની વીંટી, 15 વર્ષની ઉંમરે પ્રથમ ફિલ્મ કરનાર અભિનેત્રીનો આવો છે પરિવાર
તાજેતરમાં 'સ્ત્રી 2'માં જોવા મળેલી અભિનેત્રી તમન્ના ભાટિયા માત્ર સુંદરતામાં જ નહીં પરંતુ સંપત્તિમાં પણ એક અલગ જ ચમક ધરાવે છે. આજે અમે તમને તેની નેટવર્થ, મોંઘી ડાયમંડ રીંગ અને પરિવાર વિશે જણાવીશું.
1 / 13
તમન્ના ભાટિયા તેલુગુ અને તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક છે.તમન્ના ભાટિયાએ સ્ટ્રી 2 નું ગીત 'આજ કી રાત' શૂટ કર્યું હતુ તે તેનો જન્મદિવસ પણ ભૂલી ગઈ હતી. પરંતુ આ ગીત ચાહકોને ખુબ પસંદ આવ્યું હતુ
2 / 13
તમન્ના ભાટિયાએ સાઉથથી લઈને બોલિવૂડ સુધી પોતાની એક અલગ ઓળખ બનાવી છે. તમન્ના તેની ફિલ્મો કરતાં તેની ગ્લેમરસ ફોટોને કારણે વધુ ચર્ચામાં છે. તમન્ના ભાટિયાનું ઈન્સ્ટા એકાઉન્ટમાં અનેક ગ્લેમરસ ફોટો છે.
3 / 13
બોલિવુડ, સાઉથની ફિલ્મોમાં કામ કરી ચૂકેલી તમન્ના ભાટિયાના પરિવાર તેમજ પર્સનલ લાઈફ વિશે રસપ્રદ વાતો જાણો
4 / 13
તમન્ના ભાટિયાનો જન્મ 21 ડિસેમ્બર 1989ના રોજ બોમ્બે મહારાષ્ટ્રમાં થયો હતો. તેના માતા-પિતા સંતોષ અને રજની ભાટિયા છે. તેનો આનંદ ભાટિયા નામનો મોટો ભાઈ છે. તમન્ના સિંધી હિન્દુ પરિવારમાંથી આવે છે.
5 / 13
તમન્ના ભાટિયાનો જન્મ 21 ડિસેમ્બર 1989ના રોજ થયો હતો, તેની ગણતરી ભારતની સૌથી સુંદર અભિનેત્રીઓમાં થાય છે. અભિનેત્રી તેલુગુ, તમિલ અને હિન્દી ફિલ્મોમાં તેના કામ માટે જાણીતી છે.
6 / 13
હાલમાં જ તમન્ના 'સ્ત્રી 2'માં જોવા મળી હતી અને ત્યારથી તેની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. તમન્ના ભાટિયા વિશે ઘણી એવી વાતો છે જે ઘણા લોકો નથી જાણતા. ચાલો તમને તેના કરિયર અને પર્સનલ લાઈફ વિશે જણાવીશું.
7 / 13
તમન્ના ભાટિયાએ 2005માં હિન્દી ફિલ્મ 'ચાંદ સા રોશન ચેહરા'થી અભિનયની શરૂઆત કરી હતી. ટૂંક સમયમાં તેમણ તેલુગુ અને તમિલમાં પણ તેની શરૂઆત કરી 2006માં ફિલ્મ 'કેડી' દ્વારા એન્ટી કરી. તમન્નાએ ખૂબ જ ઓછા સમયમાં ઘણી ઊંચાઈઓ હાંસલ કરી છે.
8 / 13
સુંદર અભિનેત્રી એ સેલિબ્રિટીઓમાંની એક છે જે પોતાની પર્સનલ લાઈફને લાઈમલાઈટથી દૂર રાખવાનું પસંદ કરે છે. જો કે, 2023માં, તમન્ના ભાટિયાએ બધાને ચોંકાવી દીધા જ્યારે તેણે પુષ્ટિ કરી કે તે વિજય વર્માને ડેટ કરી રહી છે.
9 / 13
હવે એવી પણ ચર્ચા થઈ રહી છે કે, તમન્ના ભાટિયા અને વિજય વર્મા લગ્નના બંધનમાં બંઘાવા જઈ રહ્યા છે.
10 / 13
તમન્ના ભાટિયાને ખૂબ જ મોંઘી કારનો શોખ છે. GQ ઈન્ડિયાના એક અહેવાલ અનુસાર, અભિનેત્રી ઘણીવાર તેની કારમાં મુસાફરી કરતી જોવા મળે છે. અભિનેત્રી પાસે BMW 320i પણ છે. તેની કિંમત 30.7 લાખ છે. તમન્ના પાસે મર્સિડીઝ બેન્ઝ GLE પણ છે, જેની કિંમત આશરે રૂ. 1.08 કરોડ છે.
11 / 13
અહેવાલ અનુસાર તમન્ના ભાટિયા એક ફિલ્મ માટે અંદાજે 4 થી 5 કરોડ રુપિયાનો ચાર્જ લે છે. અભિનેત્રીના આઈટમ સોંગ પણ તેમના ચાહકોને ખુબ જ પસંદ છે. તમન્ના ભાટિયા પાસે એક આકર્ષક હીરાની વીંટી છે જેની કિંમત 2 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. રિપોર્ટ અનુસાર, રિંગ સાથે જોડાયેલ હીરો વિશ્વનો 5મો સૌથી મોટો હીરો છે. જો કે, આ વીંટી વિશે બીજી રસપ્રદ વાત એ છે કે ઉપાસના કોનિડેલાએ આ વીંટી તમન્નાને ભેટમાં આપી હતી
12 / 13
તમન્ના સંતોષ ભાટિયાએ મુંબઈની માણેકજી કૂપર એજ્યુકેશન ટ્રસ્ટ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. 13 વર્ષની ઉંમરે, તેમણે અભિનય શીખવાનું શરૂ કર્યું અને એક વર્ષ માટે પૃથ્વી થિયેટરમાં જોડાય હતી, જ્યાં તેણીએ સ્ટેજ પર્ફોર્મન્સમાં ભાગ લીધો.
13 / 13
તમન્ના ભાટિયાએ 85 ફિલ્મોમાં અભિનય કર્યો છે અને તે તેલુગુ અને તમિલ ફિલ્મ ઉદ્યોગમાં સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રીઓમાંની એક છે. 2010માં કલા અને સાહિત્યના ક્ષેત્રોમાં તેમની સિદ્ધિઓ બદલ તમિલનાડુ સરકાર તરફથી કલાઈમામની એવોર્ડ મળ્યો હતો.