
"ધુરંધર" ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મનું કલેક્શન આસમાને પહોંચી રહ્યું છે. દરેક વ્યક્તિ ફિલ્મના વખાણ કરી રહ્યા છે. આ દરમિયાન, ફિલ્મની અભિનેત્રી સારા અર્જુને દિગ્દર્શક આદિત્ય ધરને રિયલ ધુરંધર કહ્યો છે.

અભિનેત્રી સારા અર્જુન 'ધૂરંધર' માં પોતાના શાનદાર અભિનયથી બધાના દિલ જીતી રહી છે. હવે, દરેક લોકો સારાના શિક્ષણ અને સફર તેમજ પર્સનલ લાઈફ વિશે જાણવા માંગે છે. તો ચાલો વિસ્તારથી જાણીએ.

સારા અર્જુનનો જન્મ 18 જૂન 2005માં થયો છે. તે એક અભિનેત્રી છે જે મુખ્યત્વે તમિલ અને હિન્દી ફિલ્મો અને જાહેરાતોમાં કામ કરે છે. અભિનેતા રાજ અર્જુનની પુત્રી છે.

સારા અર્જુન છ વર્ષની ઉંમર જાહેરાતો અને એક શોર્ટ હિન્દી ફિલ્મમાં જોવા મળી હતી. 2010માં, તેમણે એ. એલ. વિજયની તમિલ ડ્રામા ફિલ્મ દેવ તિરુમાગલમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.આ ફિલ્મમાં 6 વર્ષની બાળકીના પાત્રમા જોવા મળી હતી.

ત્યારબાદ અનેક ભારતીય ફિલ્મોમાં કામ કર્યું છે,

મુખ્યત્વે તમિલ અને હિન્દી તેમજ તેલુગુ અને મલયાલમમાં કામ કરી ચૂકી છે.

"ધુરંધર" માં યામિનીનું પાત્ર ભજવનાર સારા અર્જુન માત્ર 20 વર્ષની છે. સારાએ મુંબઈમાં પોતાનું સ્કૂલિંગ પૂર્ણ કર્યું છે અને હાલમાં તે કોલેજમાં છે.

સારાના પિતા રાજ અર્જુને "સિક્રેટ સુપરસ્ટાર" થી લોકપ્રિયતા મેળવી હતી. તેના નાના ભાઈ સુહાને પણ એક ફિલ્મમાં કામ કરી ચૂક્યો છે.

સારા અર્જુને બાળપણથી જ પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી,

મુખ્ય બ્રાન્ડ્સની જાહેરાતોમાં દેખાઈ હતી. તેમણે તમિલ, હિન્દી અને અન્ય ભાષાઓની ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કર્યું છે.

સારાએ 2013 માં "એક થી ડાયન" થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.

તેમણે "સૈવમ," "સાંઢ કી આંખ," અને "પોન્નીયિન સેલ્વન" જેવી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. સારા અર્જુની નેટવર્થ કરોડોમાં છે.