
તેના પિતા રાજ કુમાર ખન્ના મેટ્રો સેલ્સ કોર્પોરેશનમાં કામ કરે છે, અને તેની માતા સરિતા ખન્ના ગૃહિણી છે. રાશિનો એક મોટો ભાઈ, રૌનક ખન્ના પણ છે.

રાશિ ખન્ના ભણવામાં ખુબ જ હોશિયાર હતી. અભિનેત્રી નાની હતી ત્યારે સિંગર બનવા માંગતી હતી. રાશિ ખન્નાએ કહ્યું હતુ કે તેને મોડેલિંગમાં રસ નહોતો કે અભિનેત્રી બનવાનો વિચાર નહોતો અને તે તેના નસબી જ તેને અભિનેત્રી બનાવી.

રાશિ ખન્નાના કરિયર વિશે વાત કરીએ તો, તેમણે હિન્દી ફિલ્મોથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. બાદમાં તેમણે સાઉથની ફિલ્મ ઉદ્યોગમાં પોતાને સ્થાપિત કરી. જોકે, અભિનેત્રીનું બાળપણનું સ્વપ્ન કંઈક બીજું જ હતું.

રાશિ બાળપણથી જ એક તેજસ્વી વિદ્યાર્થી હતી અને IAS અધિકારી બનવાનું સ્વપ્ન જોતી હતી. જોકે, કોલેજ દરમિયાન, અભિનેત્રીએ એક જાહેરાત કંપનીમાં કોપીરાઇટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતુ.

આ સમય દરમિયાન અભિનેત્રીને મોડેલિંગની ઓફર મળવા લાગી અને ધીમે ધીમે તેમણે સફળ મોડેલિંગ કારકિર્દી બનાવી.

આ ઉપરાંત, તેને જોન અબ્રાહમની ફિલ્મ મદ્રાસ કાફેમાં કામ કરવાની ઓફર મળી.

રાશિ ખન્નાએ ફરહાન અખ્તરની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ "120 બહાદુર"માં પોતાના અભિનયથી ચાહકોનું દિલ જીતી લીધું છે.

ફિલ્મમાં તેના લુક અને અભિનયની ખૂબ પ્રશંસા થઈ છે.

અભિનેત્રી રાશિ ખન્ના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.રાશિ ખન્ના ફિલ્મ ઈન્ડસ્ટ્રી તેમજ ગ્લેમર જગતમાં એક જાણીતું નામ છે. તેના ફેશનેબલ લુક્સ ઘણીવાર ચર્ચામાં રહે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાશિ ખન્નાની કુલ સંપત્તિ અંદાજે 55 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. તે દરેક ફિલ્મ માટે આશરે 30 થી 40 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

ફિલ્મો ઉપરાંત, તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને જાહેરાતોમાંથી પણ સારી કમાણી કરે છે. તેના હૈદરાબાદ અને હરિયાણામાં લક્ઝરી ઘર છે. રાશિને લક્ઝરી કારનો પણ ખૂબ શોખ છે.

અભિનયની સાથે તે ફિટનેસ અને ફેશન પ્રત્યે પણ ખૂબ એક્ટિવ છે અને વારંવાર તેના ચાહકો સાથે નવા ફોટા શેર કરે છે.