
ઈશા ગુપ્તાએ 2007માં ફેમિના મિસ ઇન્ડિયામાં ભાગ લીધો હતો, જ્યાં તેમણે મિસ ફોટોજેનિક જીત્યો હતો અને મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલમાં ભાગ લેવા માટે ત્રીજા ક્રમે આવી હતી.

તેમણે 2010માં કિંગફિશર કેલેન્ડરમાં સ્થાન મેળવ્યું હતું.બાદમાં તેમણે બોલિવૂડમાં કારકિર્દી બનાવી.પોતાના ગ્લેમરસ અંદાજથી સોશિયલ મીડિયા અને ફિલ્મોમાં હિટ ઈશા ગુપ્તા તેના અભિનય કરતાં તેના કિલર લુક અને સુંદરતા માટે વધુ જાણીતી છે.

બોલિવૂડના ઘણા સ્ટાર્સ એવા છે જેમણે ફિલ્મ જગતમાં પ્રવેશતા પહેલા અલગ સપના જોયા હતા. જ્યારે કેટલાકે અભિનય કારકિર્દી બનાવ્યા પછી પોતાના સપના પૂરા કર્યા, તો કેટલાકે તેમને અધવચ્ચે જ છોડી દીધા.

અભિનેત્રીએ એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, તે શેફ બનવાનું સ્વપ્ન જોતી હતી. તેમણે 12 વર્ષની ઉંમરે રસોઈ બનાવવાની પણ શરૂ કરી દીધી હતી.

જોકે તેમણે કહ્યું કે, તે તેના પિતાના એક મિત્રને મળી, જે દિલ્હીની એક ફાઇવ સ્ટાર હોટેલમાં શેફ હતા. તેણે ઇશાને કહ્યું કે તે શાકાહારી છે તો માત્ર એક નાનું શાકાહારી રેસ્ટોરન્ટ ખોલી શકશે.

તેમણે અનુપમ ખેરની ડ્રામા સ્કૂલમાં થોડા મહિનાનો કોર્ષ કર્યો અને પછી ઓડિશન આપવાનું શરૂ કર્યું. આ દરમિયાન તેને ખબર પડી કે મુકેશ ભટ્ટ તેમની ફિલ્મ માટે એક ચહેરો પાત્ર શોધી રહ્યો છે, અને તે ઓડિશન આપવા ગઈ.

અભિનેત્રીએ ખુલાસો કર્યો કે તેમણે ઓડિશન આપ્યું હતું અને ફિલ્મમાં જાહ્નવીનું પાત્ર ભજવીને તેની પસંદગી કરવામાં આવી હતી. 23 કરોડના બજેટમાં બનેલી "જન્નત 2" એ 42 કરોડની કમાણી કરી હતી.

આવું જ એક નામ અભિનેત્રી ઈશા ગુપ્તાનું છે, જેમણે ફિલ્મ જગતમાં પોતાનું એક મોટું નામ બનાવી લીધું છે.

ઈશાએ મુકેશ ભટ્ટની ફિલ્મ "જન્નત 2" થી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી, જેમાં ઇમરાન હાશ્મી અભિનેતા હતા.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ઈશા ગુપ્તા સ્પેન સ્થિત મેન્યુઅલ કેમ્પોસ ગુઆલરને ડેટ કરી રહી છે.

ઈશા ગુપ્તા બોલિવુડ ફિલ્મો, મ્યુઝિક વીડિયો, વેબ સીરિઝ ટેલિવિઝન હોસ્ટ તરીકે પણ જોવા મળી ચૂકી છે.

ઈશા ગુપ્તાએ 2007માં ફેમિના મિસ ઈન્ડિયા સ્પર્ધામાં પ્રવેશ કર્યો, જ્યાં તેણી ત્રીજા સ્થાને રહી અને મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલનો ખિતાબ જીત્યો અને બાદમાં મિસ ઈન્ટરનેશનલ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતુ.

કોમેડી ફિલ્મ હમશકલમાંજોવા મળી હતી. તેની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મો હોરર થ્રિલર રાઝ 3ડી (2013), ક્રાઈમ ડ્રામા રુસ્તમ (2016) અને એક્શન-એડવેન્ચર બાદશાહો (2017) હતી.