
આયેશા ખાને બાલવીર રિટર્ન્સ (2019) સાથે ટીવી સીરિયલમાં ડેબ્યૂ કર્યું હતું. બાદમાં આયેશાએ મુખચિત્રમ (2022) સાથે તેલુગુ ફિલ્મમાં ડેબ્યૂ કર્યું હતું અને ઓમ ભીમ બુશ (2024) અને મનામે (2024)માં અભિનય કર્યો હતો.

આયેશાનો જન્મ 13 સપ્ટેમ્બર 2002ના રોજ મુંબઈમાં થયો હતો. તેના પિતા શાહાબ ખાન બિહારથી મુંબઈમાં સ્થાયી થયા હતા. તેનો ભાઈ શાહબાઝ ખાન ભારતીય મર્ચન્ટ નેવીમાં અધિકારી છે.

આયેશા ખાને 2020માં એકતા કપૂરનો શો કસૌટી જિંદગી કે માં ટેલિવિઝન ડેબ્યૂ સાથે જુનિયર કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

આયેશા ખાન રિયાલિટી શો બિગ બોસ (2023) ની 17મી સીઝનમાં સ્પર્ધક હતી. શોમાં આવ્યા પછી તેની ખુબ મોટી ઓળખ મળી. તેમણે રવિ દુબેની રોમેન્ટિક સિરીયલ, દિલ કો રફુ કર લી જે યુટ્યુબ પર પ્રસારિત થઈ હતી, જેમાં કરણ ગ્રોવરના પ્રેમિકાની ભૂમિકા ભજવી હતી.

2024માં શ્રીરામ આદિત્યના મનમેમાં સહાયક ભૂમિકા ભજવી હતી.તેમણે તેલુગુ ફિલ્મ, ગેંગ્સ ઓફ ગોદાવરી (2024) ના મોથા ગીતના મ્યુઝિક વિડીયોમાં પણ ખાસ ભૂમિકા ભજવી હતી

તે ગોપીચંદ માલિનીની જાટ (2025) માં પોલીસ અધિકારી તરીકે નાની ભૂમિકા ભજવી હતી, જેમાં સની દેઓલ પણ હતા.

2025માં આયેશા ખાન આદિત્ય ધારની ધુરંધરમાં ક્રિસ્ટલ ડિ'સોઝા સાથે "શરારત" નામના આઇટમ ગીતમાં જોવા મળી હતી.

ત્યારબાદ તે કપિલ શર્માની કોમેડી ફિલ્મ "કિસ કિસકો પ્યાર કરું ૨" (2025) માં રૂહી મિર્ઝાની ભૂમિકા ભજવી હતી.

22 વર્ષીય પ્રખ્યાત અભિનેત્રીનો સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.

"બિગ બોસ 17" માં આયેશા ખાને વાઇલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે શોમાં પ્રવેશ કર્યો. શોમાં આવ્યા પછી, આયેશાએ સ્ટેન્ડ-અપ કોમેડિયન મુનાવર ફારુકી વિશે ઘણા ખુલાસા કર્યા હતા.