શ્રુતિ હાસનનો જન્મ અભિનેતા કમલ હાસન અને સારિકા ઠાકુરને ત્યાં એક તમિલ પરિવારમાં થયો હતો.તેમના પિતા તમિલ બ્રાહ્મણ આયંગર છે, જ્યારે તેમની માતા મરાઠી અને રાજપૂત વંશની છે.તેમના માતાપિતાએ જ્યારે તેણી એક વર્ષની હતી ત્યારે લગ્ન કર્યા હતા અને 2004માં છૂટાછેડા લીધા હતા.
સાઉથ અને બોલિવુડમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી શ્રુતિ હાસનનો આજે છે જન્મદિવસ તો પરિવાર વિશે જાણો
શ્રુતિ હાસનની નાની બહેન અક્ષરા હાસન પણ એક અભિનેત્રી છે. અભિનેતા અને વકીલ ચારુહાસન તેમના કાકા છે. અભિનેત્રીઓ સુહાસિની મણિરત્નમ અને અનુ હસન તેમના પિતરાઈ ભાઈઓ છે.
શ્રુતિ હાસનનો જન્મ 28 જાન્યુઆરી 1986 રોજ થયો છે. તે એક ભારતીય અભિનેત્રી અને ગાયિકા છે જે તેલુગુ, હિન્દી અને તમિલ ફિલ્મોમાં કામ કરે છે બે ફિલ્મફેર એવોર્ડ સાઉથ અને સાત સાઉથ ઇન્ડિયન ઇન્ટરનેશનલ મૂવી એવોર્ડ જીતી ચૂકી છે.
સાઉથ સુપરસ્ટાર કમલ હાસન અને અભિનેત્રી સારિકાની દીકરી શ્રુતિ હાસન સાઉથ ઈન્ડસ્ટ્રી જ નહિ બોલિવુડમાં પણ કામ કર્યું છે. આ સાથે તે એક સિંગર પણ છે. આજે શ્રુતિ હાસનનો જન્મદિવસ છે. તો આજે આપણે તેની સાથે જોડાયેલી રસપ્રદ વાતો વિશે જાણીએ.
શ્રુતિહાસન હંમેશા તેની પર્સનલ લાઈફને લઈ ચર્ચામાં રહેછે. આજે સિંગર શ્રુતિ હાસન પોતાનો 39મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. શ્રુતિ હાસનનું આખું નામ શ્રુતિ રાજલક્ષ્મી હાસન છે. તેનો જન્મ તમિલનાડુમાં થયો હતો.
તમને જણાવી દઈએ કે, શ્રુતિ હાસને પોતાના કરિયરની શરુઆત બોલિવુડ ફિલ્મ લક થી કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી ન હતી. ત્યારબાદ શ્રુતિ હાસન સાઉથની ફિલ્મોમાં કામ કર્યું હતુ.
કમલ હાસન અને સારિકાએ વર્ષ 1998માં લગ્ન કર્યા હતા. શ્રુતિ હાસનનો જન્મ લગ્નના 2 વર્ષ પહેલા થયો હતો કારણ કે, કમલ અને સારિકા લગ્ન પહેલા લિવ ઈનમાં રહેતા હતા. શ્રુતિ હાસને ચેન્નાઈમાં અભ્યાસ પૂર્ણ કર્યો છે.
શ્રુતિ હાસનની કારકિર્દી વિશે વાત કરીએ તો, તેણે બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે અનેક ફિલ્મોમાં ગીતો ગાયા છે અને ચાર વર્ષની ઉંમરે તેમણે તેમના પિતાની 'હે રામ' ફિલ્મમાં એક નાનો રોલ પણ ભજવ્યો હતો.
2011માં, શ્રુતિને તેલુગુ ફિલ્મ 'અનાગનાગા ઓ ધીરુડુ' અને તમિલ ફિલ્મ '7 ઓમ અરિવુ' માટે બેસ્ટ ફીમેલ ડેબ્યૂ સાઉથ ફિલ્મફેર એવોર્ડથી નવાજવામાં આવી હતી. શ્રુતિ માત્ર એક મહાન અભિનેત્રી જ નહીં, પણ એક ગાયિકા પણ છે. તેમણે 2009 માં 'ધ એક્સ્ટ્રામેન્ટલ્સ' નામનું પોતાનું મ્યુઝિક બેન્ડ પણ બનાવ્યું છે.
હાસને ચેન્નાઈની લેડી એન્ડલ સ્કૂલમાંથી પોતાનું સ્કૂલિંગ પૂર્ણ કર્યું અને સેન્ટ એન્ડ્રુ કોલેજમાંથી મનોવિજ્ઞાનમાં ડિગ્રી મેળવવા માટે મુંબઈ ગઈ હતી. ત્યારબાદ ચેન્નાઈ આવી અને કેલિફોર્નિયામાં મ્યુઝિશિયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં સંગીત શીખવા માટે યુએસ ગઈ હતી.