
આ અભિનેતાનો જન્મ 10 જૂન,1960 ના રોજ એનટીઆર અને બસવતારકમને ઘરે થયો હતો. તેમના પિતા, એનટીઆર, તેલુગુ સિનેમાના એક અનુભવી અભિનેતા હતા. તેમના પરિવારનો અભિનય અને પછી રાજકારણનો લાંબો ઇતિહાસ છે. બાલકૃષ્ણના પિતા, એનટીઆર, આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે

એનટીઆરને 13 બાળકો હતા, જેમાંથી નંદમુરી માતા-પિતાનું છઠ્ઠું સંતાન છે. બાલકૃષ્ણના પિતા, એનટીઆર, પોતે તેલુગુ સિનેમાના એક અનુભવી અભિનેતા હતા. તેમના પરિવારનો અભિનય અને પછી રાજકારણનો ઇતિહાસ રહી ચૂક્યો છે.

નંદમુરી બાલકૃષ્ણને તેલુગુ સિનેમાના દિગ્ગજ અભિનેતા માનવામાં આવે છે. તેમની કારકિર્દીમાં 100 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યા પછી, તેમના ચાહકો તેમને NBK અથવા બાલકૃષ્ણ પણ કહે છે.

નંદમુરી બાલકૃષ્ણ ત્રણ વખત નંદી એવોર્ડ વિજેતા, બાલકૃષ્ણને તેમના ચાહકો પ્રેમથી "મન બલૈયા" પણ કહે છે.બાલકૃષ્ણએ હૈદરાબાદની નિઝામ કોલેજમાં તેમનું શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું. હૈદરાબાદમાં જ બાલકૃષ્ણનો પ્રથમ વખત સિનેમાની દુનિયા સાથે પરિચય થયો હતો.

બાલકૃષ્ણએ 14 વર્ષની ઉંમરે ફિલ્મ "થટ્ટમ્મા કાલા" થી ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મ તેમના પિતા એનટીઆર દ્વારા બનાવવામાં આવી હતી. જોકે, મુખ્ય કલાકાર તરીકે તેમની પહેલી ફિલ્મ "સહસમે જીવિતમ" હતી. આ પછી, બાલકૃષ્ણએ ક્યારેય પાછળ વળીને જોયું નહીં અને તેલુગુ સિનેમાના કેટલાક સૌથી દિગ્ગજ કલાકારો સાથે કામ કર્યું.

1982માં 22 વર્ષની ઉંમરે, બાલકૃષ્ણએ વસુંધરા દેવી સાથે લગ્ન કર્યા. તેમને ત્રણ દીકરી છે. બ્રહ્માણી, મોક્ષંગા અને તેજસ્વિની.તમને જણાવી દઈએ કે, નંદમુરી બાલકૃષ્ણ ખુબ જ વિવાદોમાં પણ રહી ચૂક્યા છે.

1982માં તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) ની સ્થાપના થઈ ત્યારથી, બાલકૃષ્ણએ રામા રાવ અને ચંદ્રાબાબુ નાયડુ માટે દરેક ચૂંટણીમાં તેના માટે પ્રચાર કર્યો હતો,

તેમણે 2014ની આંધ્ર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણી લડી હતી અને હિન્દુપુર વિધાનસભા મતવિસ્તાર બેઠક પર બહુમતી સાથે જીત મેળવી હતી.

તેમણે 2019ની આંધ્ર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં પણ જીત મેળવી હતી. અનંતપુર જિલ્લામાં આવેલું હિન્દુપુર, 1983માં પાર્ટીની રચના થયા પછીથી ટીડીપીનો ગઢ રહ્યું છે.

એક સમયે તેમના પિતા અને બાદમાં તેમના મોટા ભાઈ નંદમુરી હરિકૃષ્ણ દ્વારા એક કાર્યકાળ માટે તેનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું. વિધાનસભામાં તેનું પ્રતિનિધિત્વ કરનાર બાલકૃષ્ણ પરિવારના ત્રીજા સભ્ય છે.

ફિલ્મોની સાથે બાલકૃષ્ણનું નામ પણ વિવાદો સાથે જોડાયેલું છે.

એક કાર્યક્રમમાં હોસ્પિટલની નર્સો વિશે અભિનેતાની ટિપ્પણીએ વિવાદ ઉભો કર્યો હતો.બાલકૃષ્ણએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પરની ટિપ્પણીઓ બદલ માફી માંગી હતી.