દીકરો 32 વર્ષે પણ કુંવારો, પિતાએ કર્યા 3 વખત લગ્ન, આવો છે જુનૈદ ખાનનો પરિવાર

આમિર ખાનનો દીકરો જુનૈદ ખાન બોલિવૂડમાં પ્રવેશ કરવા માટે તૈયાર છે, તે સાઉથ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી સાઈ પલ્લવી સાથે ડેબ્યૂ કરશે. જુનૈદને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ્યાને બહુ ઓછો સમય થયો છે. જુનૈદ ખાનનો પરિવાર જુઓ.

| Updated on: Mar 16, 2026 | 6:58 AM
1 / 12
આમિર ખાનના પુત્ર જુનૈદની ફિલ્મ "એક દિન" નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. સાઉથ અભિનેત્રી સાઈ પલ્લવી આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મનું દિગ્દર્શન સુનીલ પાંડે દ્વારા કરવામાં આવ્યું છે અને નિર્માણ આમિર ખાન દ્વારા કરવામાં આવ્યું છે.

2 / 12
જુનૈદ ખાનનો જન્મ 2 જૂન 1993ના રોજ થયો છે. તે એક ભારતીય અભિનેતા છે. જે હિન્દી ફિલ્મોમાં પણ કામ કરે છે. અભિનેતા આમિર ખાનના પુત્ર, તેમણે વિવિધ થિયેટર પ્રોડક્શન્સમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી અને પીરિયડ ડ્રામા ફિલ્મ મહારાજ (2024) માં કરસનદાસ મૂળજીની ભૂમિકા ભજવીને મુખ્ય ભૂમિકા ભજવી હતી.

3 / 12
જુનૈદ ખાનનો પરિવાર જુઓ

જુનૈદ ખાનનો પરિવાર જુઓ

4 / 12
જુનૈદ ખાનનો જન્મ હિન્દી ફિલ્મ અભિનેતા આમિર ખાન અને તેમની પહેલી પત્ની રીના દત્તાને ત્યાં 1993માં થયો હતો.તેમની એક નાની બહેન ઇરા છે. બહેન ઈરાના લગ્ન થઈ ચૂક્યા છે. જ્યારે જુનૈદ ખાન હજુ કુંવારો છે.

5 / 12
અભિનેતાએ મુંબઈની એચ.આર. કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સમાં અને ન્યૂ યોર્કની અમેરિકન એકેડેમી ઓફ ડ્રામેટિક આર્ટ્સમાં અભ્યાસ કર્યો છે.

6 / 12
આમિરના મોટા દીકરા જુનૈદ ખાને પણ તેના પિતાની જેમ અભિનયને પોતાનું ફીલ્ડ પસંદ કર્યું છે. રિપોર્ટ અનુસાર, જુનૈદ ખાનની કુલ સંપત્તિ 5 થી 7 કરોડ રૂપિયા છે.

7 / 12
બોલિવૂડમાં અભિનય શરૂ કરતા પહેલા જુનૈદ થિયેટરમાં કામ કરતો હતો. આમિર ખાનના પહેલા લગ્ન 16 વર્ષ સુધી ચાલ્યા હતા. જ્યારે બીજા લગ્ન 15 વર્ષ સુધી ચાલ્યા હતા.

8 / 12
તમને જણાવી દઈએ કે, આમિર ખાને બે લગ્ન કર્યા છે, પરંતુ એક પણ લગ્ન ટક્યા નહીં. તેમણે 18 એપ્રિલ, 1986 ના રોજ રીના દત્તા સાથે લગ્ન કર્યા. તેમને બે બાળકો છે. પુત્રી ઈરાના ખાન અને પુત્ર જુનૈદ ખાન. જોકે, આ લગ્ન 2002માં સમાપ્ત થયા.

9 / 12
ત્યારબાદ આમિર ખાને કિરણ રાવ સાથે લગ્ન કર્યા, પરંતુ તેમનો સંબંધ 3 જુલાઈ, 2021ના ​​રોજ સમાપ્ત થયો. કિરણ અને આમિરને એક પુત્ર, આઝાદ રાવ ખાન છે.

10 / 12
એક ઈન્ટરવ્યુમાં આમિર ખાને તેમના અને ગૌરી સાથેના સંબંધોને લઈને પણ વાત કરી છે. આ દરમિયાન આમિર ખાને વાત કરતા કહ્યું કે, દિલમાં તે ગૌરી સાથે લગ્ન કરી ચૂક્યો છે અને બંન્ને સાથે છે. અમે એક બીજાને લઈ સીરિયસ છીએ. અમે બંન્ને પાર્ટનર્સ છીએ અને સાથે છીએ.

11 / 12
જુનૈદ ખાન અને ઇરા ખાનને પણ તેમના પિતા આમિર ખાનની 1862 કરોડ રૂપિયાની સંપત્તિમાં હિસ્સો મળશે.

12 / 12
જુનૈદ અને ઇરા ઉપરાંત, આમિર ખાનનો બીજો પુત્ર આઝાદ પણ તેમની મિલકત અને સંપત્તિમાં હિસ્સો ધરાવે છે. આઝાદ હાલમાં ખૂબ નાનો છે અને  શાળામાં ભણે છે.