
2015માં તે ટીવી સિરિયલ “કુછ તો હૈ તેરે મેરે દરમિયાં”માં ‘રાજ કપૂર’ના પાત્રમાં જોવા મળ્યો હતો.તેમની કેટલીક લોકપ્રિય ટીવી સિરિયલોમાં “યે કહા આ ગયે હમ” (2016), “બહુ હમારી રજની કાંત” (2016), “ઢાઈ કિલો પ્રેમ” (2017), અને “નાગિન 3” (2018)નો સમાવેશ થાય છે.

અલી “ફિયર ફેક્ટરઃ ખતરોં કે ખિલાડી 9” (2019), “કિચન ચેમ્પિયન 5” (2019), “નચ બલિયે 9” (2019), અને “બિગ બોસ 14” (2020) જેવા રિયાલિટી શોનો ભાગ રહી ચૂક્યો છે.

2020માં ગોનીએ કલર્સ ટીવીના રિયાલિટી શો બિગ બોસ 14માં ભાગ લીધો હતો જ્યાં તે ચોથા સ્થાને રહ્યો હતો. આ શોમાં તેની ગર્લફ્રેન્ડ જાસ્મિન પણ તેની સાથે જોવા મળી હતી. તેની બહેનને 3 જોડિયા બાળકો છે.

અલી ગોની 2018માં એરપોર્ટ પર અભિનેત્રી જાસ્મિન ભસીનને મળ્યો હતો. તે દરમિયાન ગોની ફિયર ફેક્ટર: ખતરોં કે ખિલાડી 9 માટે જઈ રહ્યો હતો. બાદમાં બંનેએ બિગ બોસ 14માં દેખાયા પછી 2021માં એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું.

અલી ગોની ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યો છે. તે 2021માં આવેલી વેબ સિરીઝ જીત કી જિદમાં પણ જોવા મળ્યો હતો. અનેક મ્યુઝિક વીડિયોમાં પણ કામ કરી ચૂક્યો છે.

તે ચંદીગઢના બોક્સ ક્રિકેટ લીગની ક્રિકેટ ટીમ સાથે પણ જોડાયેલો છે.એક્ટર અલી ગોની અને એક્ટ્રેસ જસ્મીન ભસીન ટીવી ઈન્ડસ્ટ્રીના ફેમસ કપલમાંથી એક છે.આ કપલ સાથે તહેવારની ઉજવણી કરતા પણ જોવા મળે છે.

અલી ગોની પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઉજવણીના ફોટો શેર કરે છે.જાસ્મિન પણ અલીના પરિવાર સાથે ઘણીવાર જોવા મળે છે. બંને એકબીજાના પરિવાર સાથે ખાસ બોન્ડ શેર કરે છે.

તમને જણાવી દઈએ કે, હાર્દિક પંડ્યા પહેલા નતાશા અલી ગોની સાથે 5 વર્ષ સુધી રિલેશનશીપમાં રહી હતી. અલી અને નતાશા વર્ષ 2014માં બંન્ને રિલેશનશીપમાં હતા. ત્યારબાદ બંન્ને વચ્ચે મતભેદો થયા અને બંન્ને અલગ થયા હતા.બંન્ને નચ બલિયે 9માં કપલ જોડી તરીકે જોવા મળ્યા હતા. આ દરમિયાન બંન્ને ખુલીને પોતાના રિલેશનશીપ પર વાત કરી હતી. અને ખુલાસો કર્યો હતો કે, એક વર્ષ રિલેશનશીપમાં રહ્યા બાદ બ્રેકઅપ થયું હતું.
Published On - 11:50 am, Fri, 16 August 24