
અલ્લુ સિરીશ તેલુગુ સિનેમાનો જાણીતો ચેહરો છે. ફિલ્મોથી વધારે તેના પરિવારની ચર્ચા થાય છે. તેનો એક ભાઈ સુપરસ્ટાર છે. તો બીજો ભાઈ ઓસ્કર વિનર છે. તો ચાલો જાણીએ સિરીશના પરિવાર વિશે.

સિરીશના ભાઈ અલ્લુ અર્જુનની સાઉથથી લઈ બોલિવુડમાં ખુબ મોટી ફેનફોલોઈંગ છે. તેના પિતા અલ્લુ અરવિંદ સાઉથના જાણીતા પ્રોડ્યુસર છે.

અલ્લુ સિરીશનો પરિવાર જુઓ

અલ્લુ સિરીશનો જન્મ 30 મે 1987ના રોજ થયો છે તે એક ભારતીય અભિનેતા છે. જે મુખ્યત્વે તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે. તે તેલુગુ સિનેમાના અભિનેતા અલ્લુ અર્જુનનો નાનો ભાઈ છે.

અભિનેતાએ ગૌરવમ (2013) સાથે મુખ્ય અભિનેતા તરીકે ડેબ્યૂ કર્યું અને બાદમાં કોઠા જનતા (2014), શ્રીરાસ્તુ સુભમસ્તુ (2016), ઓક્કા ક્ષણામ (2017) અને ઉર્વશિવો રક્ષાશિવો (2022) જેવી ફિલ્મોમાં જોવા મળ્યો હતો.

શિરીષે પ્રકાશ રાજ દ્વારા નિર્મિત અને રાધા મોહન દ્વારા દિગ્દર્શિત તેલુગુ-તમિલ દ્વિભાષી ફિલ્મ ગૌરવમ (2013) સાથે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

અલ્લુ સિરિસેન છેલ્લા કેટલાક સમયથી એક નવા સ્ટાર્ટઅપમાં વ્યસ્ત છે. તેમને બિઝનેસમાં ઊંડો રસ છે અને તેમણે કપડાંના વ્યવસાયમાં મોટું રોકાણ કર્યું છે

અલ્લુ સિરીષના પરિવારમાં ફક્ત એક કે બે નહીં, પરંતુ દસથી વધુ કલાકારો છે. તેમના ભાઈઓ સાઉથ સિનેમાના બે સૌથી લોકપ્રિય કલાકારો છે.

રામ ચરણ અને અલ્લુ અર્જુન. નિર્માતા અરવિંદ અલ્લુના પુત્ર, અલ્લુ સિરીષના દાદા પણ એક તેજસ્વી હાસ્ય કલાકાર, અલ્લુ રામલિંગૈયા હતા. તેમના પિતા, અલ્લુ અરવિંદ, એક નિર્માતા છે, અને ચિરંજીવી તેમના કાકા છે. આવા ફેમસ સ્ટાર્સના પરિવારમાંથી આવે છે.

31 ઓક્ટોબર 2025ના રોજ અલ્લુ સિરીશ અને નયનિકાની સગાઈ થઈ હતી.

સિરીશે સોશિયલ મીડિયા પર ફોટા શેર કરીને આ ગુડ ન્યુઝ શેર કર્યા હતા. તેણે લખ્યું કે તે તેના જીવનસાથી નયનિકા સાથે સગાઈ કરીને ખૂબ જ ખુશ છે.

અલ્લુ શિરીષ અને નયનિકા રેડ્ડી 6 માર્ચ, 2026 ના રોજ લગ્નના બંધનમાં બંધાયા છે.

નયનિકા હૈદરાબાદની રહેવાસી છે. તે એક સફળ બિઝનેસમેનના પરિવારમાંથી આવે છે. અભ્યાસમાં મહેનતુ છે. લગ્ન પહેલ, તેનું નામ ફક્ત તેના નજીકના વર્તુળમાં જ જાણીતું હતું. તે તેના પરિવારના વ્યવસાયમાં સામેલ છે અને સોશિયલ મીડિયા ખુબ ઓછી એક્ટિવ રહે છે.