
હિના ખાને કેપ્શનમાં લખ્યું છે, તમે જાણવા માંગો છે કે, હાલમાં મારી પ્રેરણાનો સોર્સ શું છે. એક સમય હતો જ્યારે મારી સુંદર પાંપણ મારી આંખોની રોશની વધારતી હતી. તે ખુબ સુંદર હતી. આ બહાદુર એકલી યોદ્ધા મારી છેલ્લી પાંપણે મારી સાથે ધણું બધું સહન કર્યું છે. મારા કીમોના આ છેલ્લા સેશનમાં આ એક પાંપણ મારી પ્રેરણા છે. અમે આ મુશ્કેલ સમયને પણ પાર કરી લેશું.

હિના ખાને જણાવ્યું કે, તે શૂટિંગ દરિયાન નકલી પાંપણ પહેરે છે. તેમણે લખ્યું કાંઈ નહિ બધું ઠીક થઈ જશે.હિનાની આ પોસ્ટ પર જૂહી પરમાર, રાખી સાવંત,સ્મૃતિ ખન્ના, એકતા કપૂર સહિત અનેક સેલિબ્રિટી અને ચાહકોએ કોમેન્ટ કરી છે અને તેના સ્વાસ્થ માટે પ્રાર્થના કરી રહ્યા છે.