
રવિનાનો ભાઈ રાજીવ ટંડન છે, જેણે અભિનેત્રી રાખી ટંડન સાથે લગ્ન કર્યા હતા. રાખી ટંડને 2014માં બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડનના ભાઈ રાજીવ ટંડન સાથે લગ્ન કર્યા હતા. જો કે, તેમના લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં અને લગ્નના 6 વર્ષ પછી, બંનેએ 2010માં છૂટાછેડા લીધા હતા.

અનિલ ફિલ્મોમાં કામ કરતી વખતે રવિના ટંડનને મળ્યો હતો. બંને એકબીજાની નજીક આવવા લાગ્યા. તે દરમિયાન અનિલે નતાશાને છૂટાછેડા આપી દીધા હતા. આવી સ્થિતિમાં અનિલ અને રવિના વચ્ચે નિકટતા વધતી રહી. બંનેએ લગભગ છ મહિના સુધી એકબીજાને ડેટ કર્યા હતા. ત્યારબાદ 22 ફેબ્રુઆરી 2004ના રોજ ઉદયપુરમાં શાહી અંદાજમાં લગ્ન કર્યા. બંનેને ચાર બાળકો છે. રવીનાએ જ્યારે તે માત્ર 20 વર્ષની હતી ત્યારે તેમાંથી બે દીકરીઓને દત્તક લીધી હતી. રાશા થડાની અને રણબીર થડાની પણ ચર્ચામાં રહે છે.

બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડનનો પુત્ર રણબીર થડાની લાઈમલાઈટથી દૂર રહે છે. રણબીર હવે ઘણો હેન્ડસમ બની ગયો છે. રવિના ટંડન અવારનવાર સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સ સાથે જોડાયેલ રહે છે અને ખાસ મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય પણ આપે છે.

અનિલ થડાનીના પ્રથમ લગ્ન નતાશા સિપ્પી સાથે થયા હતા, જે ફિલ્મ નિર્માતા રોમ્યુ એન સિપ્પીની પુત્રી છે. રોમ્યુ સિપ્પી ચુપકે ચુપકે, આનંદ અને સત્તે પર સત્તા વગેરે ફિલ્મો માટે જાણીતા છે. એવું કહેવાય છે કે અનિલ થડાની તેના પ્રથમ લગ્નથી ખુશ ન હતા,

રવિના ટંડને વર્ષ 1995માં ખૂબ જ નાની ઉંમરમાં બે દીકરીઓને દત્તક લીધી હતી. જેમાં એકનું નામ પૂજા અને એકનું નામ છાયા હતું. રવીનાના આ ઉમદા પગલાના દરેક લોકો વખાણ કરે છે. આજે રવિના નાની પણ બની ગઈ છે અને તે આજે પણ પોતાના તમામ સંબંધોને સુંદર રીતે નિભાવતી જોવા મળે છે.
Published On - 11:33 am, Thu, 26 October 23