આ ગુજરાતી ગાયકના લોહીમાં છે સંગીત, દાદા, પિતા, દિકરાનું ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ છે
બાપ એવા બેટા ને વડ એવા ટેટા આ કહેવત ગુજરાતી લોક ગાયકના આ પિતા-પુત્રની જોડી પર સાચી પડી છે. કારણ કે, ઓસમાણ મીરનો દિકરાનું પણ સંગીત ક્ષેત્રે મોટું નામ છે. તો આજે આપણે ઓસમાણ મીરના પરિવાર તેમજ તેના કરિયર વિશે જાણીએ.
1 / 11
ઓસમાણ મીર એક ભારતીય પ્લેબેક સિંગર છે જે લાંબા સમયથી બોલિવુડ અને ગુજરાતી ફિલ્મોમાં ગીત ગાય છે. તેઓ લોકગાયક, ગઝલ, ભજન, સુગમ, સંતવાણી માટે પણ જાણીતા છે. તો આજે આપણે જાણીતા ગુજરાતી લોક ગાયક ઓસમાણ મીરના પરિવાર વિશે વાત કરીશું.
2 / 11
નવરાત્રીમાં જેના ગીતના અવાજથી પાર્ટી પ્લોટમાં ખેલૈયાઓ થનગની ઉઠે છે, તેવા ગુજરાતી ગાયક ઓસમાણ મીરના પરિવાર વિશે જાણો
3 / 11
ઓસમાણ મીરનો જન્મ કચ્છના એક નાનકડા ગામ વાયોરમાં 22 મે 1974ના દિવસે થયો હતો. ઓસમાણ મીર ગુજરાતી સિનેમાથી લઈ બોલિવુડ તેમજ વિદેશમાં પણ પર્ફોર્મન્સ આપી ચૂક્યા છે.
4 / 11
ઓસમાણ મીર હુસેનભાઈ અને સકીનાબાનુના પુત્ર છે. ઉસ્માન મીરે હમીદાબાનુ સાથે લગ્ન કર્યા અને તેમને ત્રણ બાળકો છે. બે છોકરીઓ અને એક દિકરો અમીર છે, અમીર તેના પિતા પાસેથી સંગીત શીખી રહ્યો છે,
5 / 11
ઓસમાણ મીરના પિતા હુસૈન મીર અને દાદા અલ્લારખા ઉસ્તાદ તબલા વાદક હતા અને તેમણે નાની ઉંમરથી સંગીતની તાલીમ લીધેલી છે. એટલે કહી શકાય કે, ઓસમાણ મીરના પરિવારના લોહીમાં જ સંગીત છે. કારણ કે, તેમનો દિકરો પણ એક ગાયક છે.
6 / 11
ઓસમાણ મીર સંજય લીલા ભણસાળી દ્વારા નિર્દેશિત હિન્દી ફિલ્મ ગોલીયોં કી રાસલીલા રામ-લીલાના ગીત મોર બની થનગાટ કરે વડે જાણીતા બન્યા છે. ગાયકને ગુજરાતના નારાયણ સ્વામીએ સંગીતની તાલીમ આપેલી છે.
7 / 11
ગાયક ઓસમાણ મીરને ભારત સરકારની સંગીત નાટક અકેડેમી દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવી ચૂક્યો છે. તેમજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના હસ્તે ઓસામણ મીરને રચનાત્મક સંગીત કેટેગરીમાં રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
8 / 11
તેમના અવાજ અને તેમને સૂફી અને ગઝલને સંગીતના માસ્ટર તરીકે બિરુદ અપાવ્યું છે. ઓસ્માન મીર સુફી સંગીતની સમૃદ્ધ પરંપરાને જાળવી રાખે છે, તેમનો અવાજ વિશ્વભરના શ્રોતાઓના હૃદયને સ્પર્શે છે.
9 / 11
તમને જણાવી દઈએ કે, ઓસમાણ મીરના અવાજના વખાણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કરી ચૂક્યા છે.પ્લેબેક સિંગર ઓસમાણ મીર દ્વારા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ એક ભજન રજૂ કરવામાં આવ્યું હતુ. આ ભજન સાંભળીને વડાપ્રધાન મોદી મંત્રમુગ્ધ થયા હતા.
10 / 11
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોસ્ટ કરી કહ્યું કે, અયોધ્યા નગરીમાં શ્રી રામજીના આગમનને લઈને સર્વત્ર ઉત્સાહ અને ઉલ્લાસ છે. ઉસ્માન મીરજીનું આ મધુર રામ ભજન સાંભળીને દિવ્ય અનુભવ થશે.
11 / 11
ઓસમાણ મીરના અવાજના તાલે વિદેશીઓ પણ ઝુમી ઉઠે છે. અત્યારસુધી અનેક ગુજરાતી ફિલ્મોમાં પોતાનો અવાજ આપી ચૂક્યા છે. સાથે વિદેશોમાં પણ અનેક પર્ફોર્મન્સ આપી ચૂક્યા છે.
Published On - 2:32 pm, Sun, 29 September 24