
વિક્રમ ઠાકોર ગાંધીનગર નજીક આવેલ ફતેહપુરાના વતની છે. દસ વર્ષની વયથી તેઓ તેમના પિતા મેલાજી ઠાકોર સાથે રંગમંચ ઉપર વાંસળી વગાડવા જતા હતા. તેમના પિતા સંતવાણી અને ભજનના ગાયક હતા.

વીસ વર્ષની વયે તેમણે રંગમંચ પરથી એકલા કાર્યક્રમો આપવાના શરુ કર્યા. શરૂઆતમાં તેઓ ફિલ્મ ક્ષેત્રે આવવા નહોતા ઈચ્છતા, પરંતુ 2006માં દિગ્દર્શકના કહેવાથી એકવાર પિયુને મળવા આવજે ફિલ્મ કરી જે સફળ રહી હતી.

ત્યારબાદ અનેક ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો જે મોટે ભાગે ગામડાના ચાહકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી હોય છે. તેમણે સળંગ આઠ સફળ ફિલ્મો આપી છે.

વિક્રમ ઠાકોરની અન્ય સફળ ફિલ્મોમાં રાધા તારા વિના ગમતુ નથી (2007), વાગી કાળજે કટારી તારા પ્રેમની (2010), પ્રેમી ઝુક્યા નથી ને ઝુકશે નહીં (2011) અને રસિયા તારી રાધા રોકાણી રણ મા (2014)નો સમાવેશ થાય છે.

તેમની છ ફિલ્મોએ ₹3 કરોડની કમાણી કરી હતી અને 2015માં તેઓ વિવિધ માધ્યમોમાં ગુજરાતી સિનેમાના સુપરસ્ટાર ગણાતા હતા. તેઓ ગાંધીનગરમાં રહે છે.

વિક્રમ ઠાકોર ની સુપરહિટ ફિલ્મની વાત કરીએ તો, કુટુંબ, રખેવાળ, તારી યાદોમાં જિંદગી જવાની, તેમજ 2024માં તેની ફિલ્મ ભાઈની બેની લાડકી રિલીઝ થઈ ચૂકી છે.

ગુજરાતી અભિનેતાની આપણે વાત કરીએ તો વિક્રમ ઠાકોરની ફિલ્મ થિયેટરમાં રિલીઝ થતાંની સાથે ચાહકો ફિલ્મ જોવા ઉમટી પડે છે. આજે વિક્રમ ઠાકોરનું નામ ઘરે ઘરે જાણીતું છે.

તમને જણાવી દઈએ કે, પહેલા વિક્રમ ઠાકોર સિંગર હતા. ત્યારબાદ તેમણે ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરી છે. અંદાજે 30થી વધુ ફિલ્મો આપી ચૂક્યા છે.

વિક્રમ ઠાકોર અનેક વખત ઈન્ટરવ્યુમાં કહી ચૂક્યા છે કે, તેના જીવન પર ફિલ્મ જરુર બનશે.વિધાનસભામાં કોઈ ઠાકોર સમાજના કલાકારને આમંત્રણ નહીં,અભિનેતા વિક્રમ ઠાકોરનું છલકાયું દર્દ સરકારી કાર્યક્રમમાં ઠાકોર સમાજના કલાકારની અવગણના
Published On - 5:11 pm, Mon, 30 September 24