ગુજરાતી, બોલિવુડ અને ભોજપુરીમાં કામ કરી ચૂકેલા અભિનેતાના પરિવાર વિશે જાણો

|

Oct 08, 2024 | 7:36 AM

હિતેન કુમારનો જન્મ ઈશ્વરલાલ મહેતા અને ઉર્મિલા મહેતાને ઘરે થયો છે. ગુજરાતી અભિનેતાએ પોતાનું નામ કમાવવા માટે ખુબ સંધર્ષ કર્યો છે. તેનો ફિલ્મો એટલી હિટ ગઈ કે, લાખોમાં બનેલી ફિલ્મે કરોડો રુપિયાની કમાણી કરી હતી. તો આજે આપણે હિતેન કુમારના પરિવાર તેમજ તેના સંધર્ષ વિશે વાત કરીશું.

1 / 12
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી બોલિવુડ દર્શકોમાં લોકપ્રિય થયા બાદ હવે અલગ-અલગ ઈન્ડસ્ટ્રીની ફિલ્મોનો ક્રેઝ પણ વધી રહ્યો છે. બોલીવુડની જેમ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ઈતિહાસ પણ દાયકાઓ જૂનો છે.

2 / 12
ગુજરાતી અભિનેતા હિતેન કુમારના પરિવાર તેમજ તેની પર્સનલ લાઈફ વિશે જાણીએ.

3 / 12
અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજ બોલિવૂડ કલાકારોએ પણ ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. જો તમે પણ ગુજરાતી ફિલ્મોના ચાહકો છો, તો  આજે આપણે ઢગલા બંધ ગુજરાતી ફિલ્મો આપનાર અભિનેતા હિતેન કુમારના પરિવાર વિશે જાણીએ.

4 / 12
હિતેન કુમાર દરેક ગુજરાતીમાં ખૂબ જ પ્રિય અને જાણીતું નામ. તેમનું સાચું નામ હિતેન મહેતા છે. હિતેન કુમારનો જન્મ મુંબઈમાં ઈશ્વરલાલ મહેતા અને ઉર્મિલા મહેતાને ત્યાં થયો હતો.તે પરિવારનો બીજો પુત્ર છે. તેને મોટો ભાઈ પંકજ અને નાની બહેન ભાવના છે.

5 / 12
અભિનય પ્રત્યેનો તેમનો પ્રેમ તેમને વર્ષ 1981-82માં મુંબઈના થિયેટરોમાં લઈ ગયો.  તેમણે મુંબઈમાં હિન્દી, મરાઠી, અંગ્રેજી અને ગુજરાતી જેવી વિવિધ ભાષાઓમાં નાટકોમાં અભિનય કર્યો હતો. મુંબઈ યુનિવર્સિટીમાં સ્નાતકનો અભ્યાસ દરમિયાન શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ પણ જીત્યો હતો.

6 / 12
પૈસા કમાવવાની પ્રાથમિકતા જોઈને તે 10 વર્ષ સુધી એલઆઈસીમાં ડેવલપમેન્ટમાં નોકરી કરી. 1989માં તેમના લગ્ન થયા. આ બધાની વચ્ચે તેમણે થિયેટરમાં તેમનું કામ ચાલુ રાખ્યું.  ઇન્ડસ્ટ્રીમાં એક સારા અભિનેતા તરીકે પોતાનું સ્થાન બનાવવા માટે તેના સપના પુરા કરવાનું ચાલુ રાખ્યું.

7 / 12
ગુજરાતી તેની માતૃભાષા હોવાને કારણે આ ભારતીય અભિનેતાએ મુખ્યત્વે 'ગુજરાતી ફિલ્મો'માં મુખ્ય ભૂમિકામાં કામ કર્યું છે. પરંતુ તે હિન્દી, મરાઠી અને અંગ્રેજી ભાષા પણ સારી રીતે સમજી શકે છે. તેણે લગભગ 127 ગુજરાતી ફિલ્મોમાં લીડ તરીકે, 3 હિન્દી ફિલ્મો 3 ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે.

8 / 12
 હિતેન કુમાર ગુજરાતી સિનેમાના દિગ્ગજ અભિનેતા છે. તેમણે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં ઊંચી મેડીના ઊંચ મોલ (1998) માં ભૂમિકા સાથે ડેબ્યૂ કર્યું હતું. તેમની 1998માં આવેલી ફિલ્મ દેશ રે જોયા દાદા પરદેશ જોયા સુપરહિટ રહી હતી.

9 / 12
અભિનેતા હિતેન કુમારે તેમની લાંબી કારકિર્દીમાં અનેક ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે.ગુજરાતી ફિલ્મ મૈયરમાં મનડુ નથી લગતુ હિટ ફિલ્મ રહી હતી, આ ફિલ્મે 11 ફિલ્મ પુરસ્કારો જીત્યા હતા.હિતેન કુમારની એક 40 લાખની ફિલ્મે 22 કરોડથી વધુની કમાણી કરી.

10 / 12
તેમણે 2014-2015માં ક્રાઈમ ટાઈમ ફાઈટ અગેન્સ્ટ ક્રાઈમ જેવા શોને હોસ્ટ કરી ચૂક્યા છે.ગુજરાતી ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક નૈતિક રાવલની ફિલ્મ 'આગંતુક' માં પણ હિતેન કુમાર જોવા મળી ચૂક્યા છે.

11 / 12
ગુજરાતી અભિનેતા હિતેન કુમાર મુંબઈમાં રહે છે અને 1989માં સોનલ સાથે લગ્ન કર્યા હતા. હોરર કોમેડી ગુજરાતી ફિલ્મોમાં પણ હિતેન કુમાર કામ કરી ચૂક્યા છે.

12 / 12
 અભિનેતાની એક ફિલ્મને હિન્દીમાં પણ બનાવવામાં આવી ચૂકી છે. શૈતાન ગુજરાતી હોરર ફિલ્મ વશની હિન્દી રિમેક છે. આ ફિલ્મ ગયા વર્ષે 2023માં રીલિઝ થઈ હતી અને બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું હતું.

Next Photo Gallery