
10 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ગેમ ચેન્જરને મિશ્ર પ્રતિસાદ મળ્યો. જોકે તે અન્ય સાઉથની ફિલ્મો જેટલી સફળ રહી નથી, તે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે.

ગેમ ચેન્જરના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો સૈકનિલ્ક અનુસાર ફિલ્મે પહેલા દિવસે 51 કરોડનું કલેક્શન કર્યું હતુ. તો બીજા દિવસે 21.6 કરોડનું કલેક્શન રહ્યું હતુ. ત્રીજા દિવસની વાત કરીએ તો રામ ચરણની ગેમ ચેન્જરે હિન્દી બોક્સ ઓફિસ પર 8.1 કરોડ રુપિયાની કમાણી કરી હતી. તમામ ભાષામાં 15.9 કરોડનું કલેક્શન કર્યું છે.

હવે ફિલ્મ ગેમ ચેન્જર ફિલ્મનું સોમવારનું કલેક્શન ઓછું રહ્યું હતુ. માત્ર 7.65 કરોડનું કલેક્શન રહ્યું હતુ. હવે સતત ગેમ ચેન્જર ફિલ્મમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

મકરસંક્રાંતિની રજા પછી પણ, ફિલ્મે પાંચમા દિવસે માત્ર 10.19 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

ગેમ ચેન્જરે અત્યાર સુધીમાં બોક્સ ઓફિસ પર વિવિધ ભાષાઓમાં કુલ 106.65 કરોડ રૂપિયાની કમાણી કરી છે.ગેમ ચેન્જરની સફળતાથી ડાયરેક્ટર શંકર ખુશ નથી. તેમનું કહેવું છે કે, ફિલ્મ હજુ વધુ સારી કમાણી કરી શકતી હતી.