
તમને જણાવી દઈએ કે, મહેશ ઝીરાવાલા નરોડાનો રહેવાસી છે. મહેશના પરિવારમાં તેમની પત્ની એને 2 બાળકો છે. મહેશ ઝીરાવાલા જાહેરાતના વીડિયો બનાવવાની સાથે મ્યુઝિક વીડિયો બનાવવા માટે ફેમસ હતો. તેમજ તે પ્રોડક્શન હાઉસ મહેશ ઝીરાવાલનો સીઈઓ પણ છે. આટલું જ નહી વર્ષ 2019માં આવેલી ફિલ્મ કોકટેલ પ્રેમી પગ ઓફ રિવેન્જનું પણ નિર્દેશન કર્યું હતુ. જેમાં આશા પંચાલ અને વૃતિ ઠક્કર લીડ રોલમાં હતા.

પત્નીએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું, 'મારા પતિએ મને બપોરે 1.14 વાગ્યે ફોન કરીને જણાવ્યું કે તેમની મીટિંગ પૂરી થઈ ગઈ છે અને તેઓ ઘરે આવી રહ્યા છે. જોકે, જ્યારે તેઓ પાછા ન ફર્યા, ત્યારે મેં તેમના ફોન પર ફોન કર્યો, પરંતુ તે બંધ હતો. જ્યારે મેં પોલીસને કહ્યું, ત્યારે જાણવા મળ્યું કે તેમના મોબાઇલ ફોનનું છેલ્લું લોકેશન અકસ્માત સ્થળથી 700 મીટર દૂર હતું.'

એર ઇન્ડિયા ક્રેશ પછી ફિલ્મ નિર્માતા મહેશ ગુમ છે. તેમનું છેલ્લું સ્થાન ક્રેશ સ્થળની નજીક હોવાથી ચિંતા વધી છે. તે ક્રેશનો ભોગ બન્યો હતો કે કેમ તે જાણવા માટે ડીએનએ નમૂના લેવામાં આવ્યા છે.

ફિલ્મ નિર્માતા મહેશની પત્નીએ કહ્યું કે, તે પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા લોકોમાંનો એક હોઈ શકે છે. અમે ડીએનએ સેમ્પલ પણ આપી દીધા છે.
Published On - 4:19 pm, Mon, 16 June 25