
કૌન બનેગા કરોડપતિ 17 સોની ટીવી પર 11 ઓગસ્ટ 2025ના રોજ શરુ થયો છે. બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચને ફરી એક વખત હોસ્ટિંગની ખુરશી સંભાળી છે. શોના પહેલા એપિસોડને ચાહકોનો ખુબ પ્રેમ મળ્યો છે. બીજા એપિસોડમાં ઉત્તરપ્રદેશના બલિયાના એક સ્પર્ધકે એન્ટ્રી કરી હતી અને રમત રમી હતી. પરંતુ તે માર્ક ઝુકરબર્ગ અને સર્ગેઈ બ્રિન પર આધારિત 12.50 લાખ રુપિયાના સવાલનો જવાબ આપ્યો શક્યો ન હતો. તો ચાલો જાણીએ આ સવાલ શું હતો.
કેબીસી 17ના બીજા એપિસોડમાં ઉત્તરપ્રદેશના બલિયામાંથી ડિપ્યુટી કમિશ્રર ઓફ ઈન્કમ ટેકસ આશુતોષ કુમાર પાંડે શાનદાર પ્રદર્શન કર્યું હતુ અને 11 સવાલના જવાબ આપવામાં સફર રહ્યો હતો પરંતુ તે 12માં સવાલનો જવાબ આપી શક્યો નહી. જે 12.50 લાખ રુપિયાનો હતો. તો શું તમે જાણો છો આ સવાલનો જવાબ શું છે?
તમને જણાવી દઈએ કે, માર્ક ઝુકરબર્ગ અને સેર્ગેઈ બ્રિન જેવા દિગ્ગજો દ્વારા સ્થાપિત કયા પુરસ્કારને ‘ઓસ્કર ઓફ સાયન્સ’ કહેવામાં આવે છે?
A એડિસન પુરસ્કાર
B બ્રેકથ્રુ પુરસ્કાર
C મિલેનિયમ પુરસ્કાર
D યુરેકા પુરસ્કાર
સવાલ સાંભળી આશુતોષ કુમાર પાંડે જવાબ વિશે વિચારવા લાગ્યા હતા. તેની પાસે રમવા માટે લાઈફલાઈન ન હતી. આ માટે તેને એક જોખમ લીધઉં અને વિકલ્પ સી પસંદ કર્યો હતો. આ જવાબ ખોટો હતો. અમિતાભ બચ્ચને સાચો જવાબ બતાવ્યો જે બી બ્રેકથ્રુ પુરસ્કાર હતો.12.50 લાખ રુપિયાના સવાલ હાર્યા બાદ આશુતોષ કુમાર પાંડે 5 લાખ રુપિયા પર આવી ગયો હતો. અને 5 લાખ તેના ઘરે લઈ ગયો હતો.
કૌન બનેગા કરોડપતિ 17ની જો આપણે વાત કરીએ તો આ શો 3 જુલાઈ 2025ના રોજ 25 વર્ષ પૂર્ણ કર્યા છે. આ સીઝનમાં સ્પર્ધકોને 7 કરોડ રુપિયા જીતવા માટે 16 સવાલ સુધી રમવાનું રહેશે.KBC 17 દર સોમવારથી શુક્રવાર રાત્રે 9 વાગ્યે પ્રસારિત થાય છે. બિગ બીએ પહેલા એપિસોડમાં જ કહ્યું હતું કે, આ સિઝનમાં રમતના નિયમોમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે.