
વિધુ વિનોદ ચોપરાનો જન્મ 5 સપ્ટેમ્બર 1952ના રોજ થયો છે. એક ભારતીય ફિલ્મ નિર્દેશક, નિર્માતા, પટકથા લેખક અને સંપાદક છે.દિગ્દર્શક તરીકે તેમની જાણીતી ફિલ્મો ક્રાઇમ ડ્રામા પરિન્દા (1989), દેશભક્તિ રોમેન્ટિક ડ્રામા 1942: અ લવ સ્ટોરી (1994), એક્શન ડ્રામા મિશન કાશ્મીર (2000) અને 12મી ફેલ (2023) છે.

તેઓ તેમના બેનર વિનોદ ચોપરા ફિલ્મ્સ હેઠળ મુન્નાભાઈ ફિલ્મ , 3 ઈડિયટ્સ (2009), પીકે (2014), અને સંજુ (2018)ના નિર્માણ માટે પણ જાણીતા છે. વિધુ વિનોદ ચોપરાએ અમુક ફિલ્મમાં રોલ પણ કર્યો છે.

વિધુ વિનોદ ચોપરાએ પુણેની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાંથી ફિલ્મ નિર્દેશનનો અભ્યાસ કર્યો હતો. તેણે 1976 માં રેણુ સલુજા સાથે લગ્ન કર્યા અને 1983માં છૂટાછેડા લીધા, ત્યારબાદ તેણે 1985માં શબનમ સુખદેવ સાથે લગ્ન કર્યા હતા. બીજી વખત પણ લગ્ન અસફળ રહ્યા અને છુટાછેડા લઈ લીધા હતા. બીજા લગ્ન માત્ર 4 વર્ષ જ ટક્યા હતા.2 વખેત લગ્નમાં નિષ્ફળ રહ્યા બાદ ત્રીજી વખત તેમણે અનુપમા ચોપરા સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેમને ઝૂની ચોપરા અને અગ્નિ દેવ ચોપરા 2 બાળકો છે.

જ્યારે દિગ્દર્શક વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ “12મી ફેલ” ચર્ચામાં છે, ત્યારે વિધુનો પુત્ર અગ્નિ ચોપરા ક્રિકેટ જગતમાં હેડલાઇન્સ બનાવી રહ્યો છે. સિક્કિમ સામેની તેની રણજી ડેબ્યૂ મેચમાં મિઝોરમ તરફથી રમતા અગ્નિએ ડાબા હાથના બેટ્સમેન તરીકે તેની તેજસ્વી પ્રતિભા દર્શાવીને સદી ફટકારી હતી.

મિશિગ્ન અમેરિકામાં જન્મેલા અગ્નિએ મિઝોરમ જતા પહેલા શરુઆતમાં મુંબઈની જૂનિયર ટીમ માટે રમી રહ્યો હતો. સિક્કિમ સામે મિઝોરમની હાર થઈ છતાં અગ્નિના શાનદાર પ્રદર્શનની ચર્ચા થઈ રહી છે.166 રન બનાવીને જબરદસ્ત પરફોર્મર તરીકે ઉભરી આવ્યો હતો. તેની ઇનિંગમાં 19 ચોગ્ગા અને 7 છગ્ગાનો સમાવેશ થાય છે.

2003માં રિલીઝ થયેલી 'મુન્નાભાઈ MBBS' બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. આ ફિલ્મનું બજેટ માત્ર 10 કરોડ રૂપિયા હતું, પરંતુ તેની રિલીઝ બાદ ફિલ્મે બજેટ કરતા ત્રણ ગણી વધુ કમાણી કરી હતી. સંજય દત્તની આ ફિલ્મે દુનિયાભરમાં 36 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મમાં સુનીલ દત્તે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.
Published On - 9:21 am, Mon, 22 January 24