Dhanush Vs Mrunal Net Worth : ધનુષ કે મૃણાલ ઠાકુર કોણ વધારે પૈસાદાર છે? તેમની કુલ સંપત્તિ વિશે જાણો

Dhanush Vs Mrunal Thakur Net Worth : ધનુષ અને મૃણાલ ઠાકુર વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ડેટિંગની અફવાઓ ચાલી રહી છે. હાલમાં તો બંન્નેના લગ્નના સમાચાર પણ ચર્ચામાં આવ્યા છે. આ વચ્ચે આજે અમે તમને જણાવીશું કે, બંન્ને સ્ટારની નેટવર્થ કેટલી છે. બંન્નેમાંથી કોણ વધારે પૈસાદાર છે. જાણો

| Updated on: Jan 18, 2026 | 10:57 AM
1 / 7
બોલિવુડની ફેમસ અભિનેત્રી મૃણાલ ઠાકુર અને સાઉથ સિનેમાના સુપરસ્ટાર ધનુષ હાલમાં ખુબ ચર્ચામાં છે. હાલમાં અફવાઓ ચાલી હતી કે, બંન્ને વેલેન્ટાઈન ડે પર લગ્ન કરવા જઈ રહ્યા છે. પરંતુ બંન્નેમાંથી કોઈએ આ વાતનો ખુલાસો કર્યો નથી.

2 / 7
લગ્નની અફવાઓ વચ્ચે આજે આપણે જાણીશું કે,ધનુષ કે મૃણાલ ઠાકુર કોણ વધારે પૈસાદાર છે? તેમની કુલ સંપત્તિ વિશે જાણીએ. બંન્ને વચ્ચે રિલેશનને લઈ ઓગસ્ટ 2025 ચર્ચા શરુ થઈ હતી. ધનુષ સન ઓફ સરદાર 2ના પ્રીમિયરમાં સામેલ થયો હતો.

3 / 7
મૃણાલ ઠાકુરે ટીવી ઈન્ડસ્ટ્રીથી પોતાના કરિયરની શરુઆત કરી હતી. ટીવીમાં નામ કમાયા બાદ અભિનેત્રી મોટા પડદાં પર આવી હતી. તેમણે બોલિવુડની સાથે સાથે સાઉથ સિનેમમાં પણ કામ કર્યું છે. ફિલ્મોમાં મૃણાલનું ડેબ્યુ મરાઠી ફિલ્મ વટ્ટી દાંડુથી થયું હતુ.

4 / 7
 ત્યારબાદ હેલો નંદનમાં જોવા મળી હતી. હિન્દી સિનામમાં તેની શરુઆત 2018ની ફિલ્મ લવ સોનિયાથી થઈ હતી. જ્યારે તેલુગુ સિનેમાં સીતા રામમથી થઈ હતી. રિપોર્ટ મુજબ મૃણાલ ઠાકુરની નેટવર્થ અંદાજે 33 કરોડ રુપિયા છે.

5 / 7
ધનુષ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લાંબા સમયથી કામ કરે છે. તેમણે પોતાના કરિયરની શરુઆત વર્ષ 2002ની ફિલ્મ થુલ્લુવધો ઈલ્માઈથી કરી હતી. સાઉથ સિનેમા સિવાય બોલિવુડ અને હોલિવુડમાં પણ કામ કરી ચૂક્યો છે. ધનુષ પાસે 150 કરોડનું ઘર પણ છે.

6 / 7
રિપોર્ટ મુજબ અભિનેતાની નેટવર્થ 230 કરોડ રુપિયા છે. તેની પાસે 7 કરોડ રુપિયાની રોલ્સ રોયસ ધોસ્ટ, બેટલે કોન્ટિનેટલ ફ્લાઈંગ સ્પર, જગુઆર એક્સઈ, ફોર્ડ મસ્ટૈગ ઝીટી, રેન્જ રોવર સ્પોર્ટ એચએસઈ અને ઓડી 8 જેવી લક્ઝરી કાર છે.

7 / 7
ધનુષની ભૂતપૂર્વ પત્ની ઐશ્વર્યા રજનીકાંત છે, જેની સાથે તેમણે 2004માં લગ્ન કર્યા હતા, અને 2024માં આ દંપતીએ છૂટાછેડા લીધા હતા. તેમને એક પુત્ર છે.મૃણાલ ઠાકુર 33 વર્ષની છે. તેમનો જન્મ 1 ઓગસ્ટ 1992ના રોજ થયો હતો. ધનુષ 42 વર્ષનો છે. રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે, તે વેલેન્ટાઇન ડે પર લગ્ન કરશે?