Chunky Panday Family Tree : પિતા હતા ભારતમાં પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરનાર ટીમના સભ્ય, દિકરી નાની ઉંમરમાં બોલિવુડને આપી રહી છે હિટ ફિલ્મો
ચંકી પાંડે (Happy Birthday Chunky Panday)ના પિતા શરદ પાંડે પ્રખ્યાત હાર્ટ સર્જન હતા. ભારતમાં પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરનાર ટીમના તેઓ મુખ્ય હતા. ચંકીની માતા સ્નેહલતા પાંડે પણ ડૉક્ટર હતી. તેનો ભાઈ ચિક્કી પાંડે બિઝનેસમેન છે. ચંકીની પત્ની ભાવના પાંડે કોસ્ચ્યુમ ડિઝાઈનર છે અને ચંકી પાંડેને બે દીકરીઓ અનન્યા પાંડે અને રાયસા પાંડે છે.
1 / 8
ફિલ્મ અભિનેતા ચંકી પાંડે ( Chunky Panday) તેના અદભૂત કોમિક ટાઈમિંગ માટે જાણીતો છે. તેણે બોલિવૂડ ફિલ્મોમાં ઘણા યાદગાર પાત્રો ભજવ્યા છે.બહુ ઓછા લોકો જાણે છે કે ચંકી બાંગ્લાદેશી ફિલ્મોનો સુપરસ્ટાર પણ રહી ચૂક્યો છે.
2 / 8
ચંકી પાંડેનો જન્મ 26 સપ્ટેમ્બર 1962ના રોજ મુંબઈમાં થયો હતો. આ વર્ષે તે પોતાનો 61મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ચંકી પાંડેએ તેના ઉપનામના આધારે બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવી છે. બહુ ઓછા લોકો જાણે છે કે તેનું અસલી નામ સુયશ શરદ પાંડે છે. તેણે ચંકી નામથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.બોલિવૂડ એક્ટર ચંકી પાંડેએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 3 દાયકાની સફર કરી છે. આ સમય દરમિયાન તેણે ઘણાં વિવિધ પાત્રો ભજવ્યા છે.
3 / 8
ચંકી પાંડે મુંબઈમાં રહે છે. તેમની માતા ડૉ. સ્નેહલતા પાંડે એક જાણીતા ડાયેટિશિયન હતા, જ્યારે તેમના પિતા ડૉ. શરદ પાંડે પ્રખ્યાત હાર્ટ સ્પેશિયાલિસ્ટ. 1988માં તેણે ભાવના પાંડે સાથે લગ્ન કર્યા. ચંકી અને ભાવનાને બે દીકરીઓ છે. પ્રથમ પુત્રીનું નામ અનન્યા રાખ્યું છે અને બીજી પુત્રીનું નામ રાયસા રાખ્યું છે
4 / 8
ચંકી માટે 90નું દશક કંઈ ખાસ નહોતું. આ સમયગાળા દરમિયાન, સલમાન ખાન, આમિર ખાન અને શાહરૂખ ખાન જેવા સુપરસ્ટાર્સ રોમેન્ટિક હીરો સાથે જોડાયા, જ્યારે અક્ષય કુમાર, અજય દેવગન અને સુનીલ શેટ્ટી જેવા સ્ટાર્સ એક્શન હીરો તરીકે ઓળખાવા લાગ્યા. ચંકી માટે આ કેટેગરીમાં ફિટ થવું મુશ્કેલ સાબિત થયું. આ સમય દરમિયાન, દિગ્દર્શકોએ તેને હીરોના ભાઈ અથવા અન્ય સહાયક ભૂમિકાઓ ઓફર કરવાનું શરૂ કર્યું, જે ચંકીને પસંદ નહોતું. નિરાશ થઈને તે બાંગ્લાદેશી સિનેમા તરફ વળ્યો. ચંકીને બંગાળી ભાષા આવડતી ન હતી તેથી તેનો અવાજ ડબ કરવામાં આવ્યો અનેક હિટ ફિલ્મો આપી.
5 / 8
વર્ષ 1998માં જન્મેલી અનન્યા પાંડે બોલિવૂડ બેકગ્રાઉન્ડમાંથી આવે છે. તેના પિતા ચંકી પાંડે ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા છે જે હજુ પણ ફિલ્મોમાં કામ કરે છે. હવે દીકરી પણ તેના પિતાની જેમ હિટ ફિલ્મો આપી રહી છે
6 / 8
માત્ર 24 વર્ષમાં ખૂબ જ ફેમસ થઈ ગઈ હતી. બીજા શબ્દોમાં કહીએ તો નાની ઉંમરમાં તે તેના પિતાથી બે ડગલાં આગળ નીકળી ગઈ છે. આજકાલ તેની ઘણી લોકપ્રિયતા અને ફેન ફોલોઈંગ છે.
7 / 8
અલાના પાંડેના પિતાનું નામ આલોક પાંડે ઉર્ફે ચિક્કી પાંડે છે, જેઓ વ્યવસાયે બિઝનેસમેન છે. અલાના પાંડેની માતા વિશે વાત કરીએ તો તેનું નામ ડેની પાંડે છે, જે વ્યવસાયે ફિટનેસ કોચ છે. તમને જણાવી દઈએ કે અલાના પાંડેના પિતા આલોક પાંડે ઉર્ફે ચિક્કી પાંડે અને એક્ટર ચંકી પાંડે ભાઈઓ છે.
8 / 8
અલાના અનન્યાની પિતરાઈ બહેન છે.જો આપણે અલાના વિશે વાત કરીએ, તો તે ચંકી પાંડેના ભાઈ ચિક્કી પાંડેની પુત્રી છે. તે તેના બોયફ્રેન્ડ આઇવર મેકક્રે સાથે લગ્ન કર્યા છે. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. બંનેએ વર્ષ 2021માં સગાઈ કરી હતી.અલાના પાંડે સોશિયલ મીડિયા ઈન્ફ્યુલન્સ છે અને ઈન્ટરનેટ પર તેની તસવીરો માટે અવારનવાર સમાચારમાં રહે છે.જો આપણે તેના પતિ વિશે વાત કરીએ, તો અહેવાલો અનુસાર તે એક ફિલ્મ નિર્દેશક છે.
Published On - 8:03 am, Tue, 26 September 23