
Rajpal Yadav Bhooth Bangla Fees: પોતાની શાનદાર કોમિક ટાઈમિંગથી લોકોને હસાવનાર રાજપાલ યાદવ થોડા સમય પહેલા વિવાદમાં આવ્યા હતા. 5 કરોડ રુપિયાના ચેક બાઉન્સ મામલે તેને જેલની હવા ખાવી પડી હતી. પરંતુ હવે તે ફરીથી ચાહકોનું મનોરંજન કરવા આવી રહ્યા છે.

રાજપાલ હાલમાં ભૂત બંગ્લાને લઈ ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે ફરી અક્ષય કુમારની સાથે સ્ક્રીન શેર કરશે. આ એક હોરર-કોમેડી ફિલ્મ છે. જેને ડાયરેક્ટ કરી છે પ્રિયદર્શને,રાજપાલ યાદવના ચાહકો આ ફિલ્મ જોવા માટે ખુબ ઉત્સાહિત છે.

હવે રાજપાલ આ ફિલ્મ દ્વારા કઈ રીતે કમાલ કરશે. એ ફિલ્મ રિલીઝ થયા બાદ ખબર પડશે. પરંતુ હાલમાં તેની ફીને લઈ વાત કરીએ. આ ફિલ્મમાં તબ્બુ, વામિકા ગબ્બી, પરેશ રાવલ પણ આ ફિલ્મમાં મહત્વનો રોલ નિભાવશે. જેમાં સૌથી ઓછી ફી રાજપાલ યાદવને મળી છે.

રિપોર્ટ અનુસાર રાજપાલ યાદવ આ ફિલ્મ માટે કરોડો રુપિયા લઈ રહ્યો છે. જ્યારે અક્ષય કુમાર 50 કરોડ, વામિકાને 3 કરોડ,તબ્બુને 2.5 કરોડ અને પરેશ રાવલને 2 કરોડ રુપિયા મળવાની ચર્ચા છે.

સપ્ટેમ્બર 2024માં ભૂત બંગ્લાની જાહેરાત થઈ હતી. ત્યારબાદથી ચાહકોને આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જેની રિલીઝ તારીખ 10 એપ્રિલ નક્કી કરવામાં આવી હતી પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે, ધુરંધર 2ની સફળતા જોઈ મેકર્સે આ ફિલ્મને 17 એપ્રિલના રોજ રિલીઝ કરશે.

પોસ્ટપોન થવાને લઈ હવે માત્ર ચર્ચા છે. મેકર્સે અત્યારસુધી કોઈ જાહેરાત કરી નથી. હવે જોવાનું રહેશે કે, આ ફિલ્મ ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે પરંતુ એ વાત કન્ફર્મ છે કે, આ ફિલ્મ આ મહિને (એપ્રિલ) લોકોના મનોરંજન માટે સિનેમાઘરોમાં આવશે. (ALL PHOTO : PTI)