
'હીરો નંબર 1' તરીકે જાણીતા ગોવિંદા વાર્ષિક લગભગ 12 કરોડ રૂપિયા કમાય છે. તેમની કમાણીનો મોટો ભાગ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી આવે છે, જ્યાં તેઓ એક ડીલ માટે લગભગ 2 કરોડ રૂપિયા લે છે. ફિલ્મોમાં અભિનય કરવા માટે, તે દરેક પ્રોજેક્ટ માટે 5-6 કરોડ રૂપિયા લે છે.

ગોવિંદા પાસે મુંબઈમાં ઘણી મિલકતો છે. તેમના બે મોટા ઘર છે, એક જુહુના કેડિયા પાર્કમાં છે અને બીજું મડ આઇલેન્ડમાં છે. જે ખૂબ જાણીતુ છે. આ મિલકતોની કુલ કિંમત આશરે 16 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ ઉપરાંત, તેમણે ઘણા રિયલ એસ્ટેટ રોકાણો કર્યા છે.

ગોવિંદાને ગાડીઓનો પણ ખૂબ શોખ છે. તેમની પાસે હ્યુન્ડાઇ ક્રેટા, ટોયોટા ફોર્ચ્યુનર, ફોર્ડ એન્ડેવર, મર્સિડીઝ C220D અને મર્સિડીઝ બેન્ઝ GLC જેવી લક્ઝરી કાર છે.
Published On - 8:46 pm, Tue, 25 February 25