Breaking News : કેમેરાની ચમકથી મુખ્યમંત્રીની ખુરશી પર બેઠા આ ફિલ્મી સુપર સ્ટાર જુઓ ફોટો

ભારતમાં રાજકારણ અને સિનેમાનો હંમેશા ખાસ સંબંધ રહ્યો છે, પરંતુ કેટલાક સ્ટાર્સે આ સંબંધને નવી ઊંચાઈએ લઈ ગયા છે. તેમણે ફક્ત પડદા પર જ નહીં પરંતુ વાસ્તવિક જીવનમાં પણ "નેતૃત્વ" અપનાવ્યું છે. ખાસ કરીને સાઉથ ભારતમાં, જ્યાં ફિલ્મની લોકપ્રિયતા સીધી સત્તા તરફ દોરી ગઈ છે.આ તે સ્ટાર્સ છે જેઓ કેમેરાની ચમકથી મુખ્યમંત્રી પદ સુધી પહોંચ્યા હતા.

| Updated on: May 10, 2026 | 9:52 AM
1 / 9
તમિલનાડુના રાજકારણમાં સિનેમા અને રાજકારણ વચ્ચે ઊંડો સંબંધ છે. એ વાત સાચી છે કે જે. જયલલિતા મુખ્યમંત્રી બનનારી પહેલી અભિનેત્રી નહોતી.વી.એન. જાનકી રામચંદ્રન 1988માં તમિલનાડુના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બની હતી, જોકે તેમનો કાર્યકાળ ફક્ત 23 દિવસનો હતો. તમિલનાડુની રાજનીતિમાં આજે એક નવો ઈતિહાસ લખાઈ ચુક્યો છે. 234 સીટોવાળી વિધાનસભામાં થલપતિ વિજયની પાર્ટી તમિલગા વેત્રી કડગમ જીતી રહીછે. વિજયને સીએમનો ચેહરો માનવામાં આવી રહ્યો છે.

2 / 9
ભારતના પ્રથમ સુપરસ્ટાર મુખ્યમંત્રી વિશે વાત કરીએ તો.તમિલ સિનેમાના દિગ્ગજ એમજીઆરને ભારતના પ્રથમ મોટા ફિલ્મ સ્ટાર મુખ્યમંત્રી માનવામાં આવ્યા હતા. તેમણે 1977માં તમિલનાડુમાં સત્તા સંભાળી અને સતત ત્રણ ટર્મ સેવા આપી.તેમની ફિલ્મોમાં ગરીબોના રક્ષક તરીકેની તેમની છબી એટલી મજબૂત હતી કે જનતાએ તેમને રિયલ જીવનમાં પણ તેમના નેતા તરીકે પસંદ કર્યા. એમજીઆરએ એઆઈએડીએમકે પાર્ટીની સ્થાપના કરી અને તેમના કાર્યકાળ દરમિયાન અનેક જન કલ્યાણકારી યોજનાઓ શરૂ કરી હતી.

3 / 9
 એન. ટી. રામા રાવ  9 મહિનામાં સત્તા સુધીની તેમની સફર રહી હતી.તેલુગુ સિનેમાના સુપરસ્ટાર એનટીઆરએ ભગવાન રામ અને કૃષ્ણ જેવા પાત્રો ભજવીને લોકોના દિલમાં એક ખાસ સ્થાન બનાવ્યું.1982માં તેમણે તેલુગુ દેશમ પાર્ટીની રચના કરી અને માત્ર 9 મહિનામાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બન્યા. આ ભારતીય રાજકારણના ઇતિહાસમાં સૌથી ઝડપી રાજકીય સફળતાઓમાંની એક માનવામાં આવે છે.

4 / 9
જે. જયલલિતા "અમ્મા" ના કરિશ્મા જોવા મળ્યો હતો.જયલલિતાએ તેમના ફિલ્મી કારકિર્દીથી રાજકારણમાં મજબૂત હાજરી સ્થાપિત કરી. તેઓ એમજીઆરના નજીકના સહયોગી હતા અને બાદમાં તેમના રાજકીય વારસાને આગળ ધપાવ્યો.તમિલનાડુના છ વખતના મુખ્યમંત્રી જયલલિતાને "અમ્મા" તરીકે ઓળખવામાં આવતી હતી. તેમના કાર્યકાળ દરમિયાન, અસંખ્ય જાહેર કલ્યાણકારી યોજનાઓ શરૂ કરવામાં આવી હતી, જેનાથી તેમને ભારે જાહેર સમર્થન મળ્યું હતું.

5 / 9
જાનકી રામચંદ્રન  એમજીઆરના પત્ની, જાનકી રામચંદ્રન પણ તમિલ ફિલ્મોમાં સંકળાયેલા હતા. એમજીઆરના મૃત્યુ પછી, તેઓ 1988માં મુખ્યમંત્રી બન્યા, પરંતુ તેમનો કાર્યકાળ ફક્ત 23 દિવસ જ ચાલ્યો હતો.તેમ છતાં, તેઓ ભારતના એવા મહિલા નેતાઓમાંના એક છે જેમણે મુખ્યમંત્રી પદ સંભાળ્યું છે.

6 / 9
સી. એન. અન્નાદુરાઈ  સિનેમાથી રાજકારણની શરૂઆત કરી હતી. ડીએમકે પાર્ટીના સ્થાપક, અન્નાદુરાઈ 1967માં તમિલનાડુના મુખ્યમંત્રી બન્યા અને સિનેમાને રાજકારણનું અસરકારક માધ્યમ બનાવ્યું.

7 / 9
એમ. કરુણાનિધિ ફિલ્મોથી વિચારધારા સુધીકરુણાનિધિ અભિનેતા નહોતા, પરંતુ તમિલ ફિલ્મોમાં લેખક અને સંવાદ લેખક તરીકે કામ કરતા હતા. તેમની સ્ટોરીઓમાં સામાજિક અને રાજકીય સંદેશાઓ હતા. ડીએમકેના અગ્રણી નેતા તરીકે, તેમણે પાંચ વખત તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી.

8 / 9
 પવન કલ્યાણ 12 જૂન 2024 થી આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી (ડેપ્યુટી ચીફ મિનિસ્ટર) તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ જન સેના પાર્ટી (JSP) ના નેતા છે અને 2024ની આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણી પીઠાપુરમ વિધાનસભા મતવિસ્તારમાંથી જીત્યા હતા. તેમણે એન. ચંદ્રબાબુ નાયડુના નેતૃત્વ હેઠળની સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

9 / 9
 ટીવીકેના વડા સી. જોસેફ વિજય આજે તમિલનાડુના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેમણે બે વર્ષ પહેલાં પાર્ટીની રચના કરી હતી. 59 વર્ષમાં પહેલીવાર, તમિલનાડુમાં બિન-ડીએમકે-એઆઈએડીએમકે સરકાર બનશે.

Published On - 2:27 pm, Mon, 4 May 26

Follow Us