
આ લિસ્ટમાં દેશી ગર્લ પ્રિયંકા ચોપરાનું નામ પણ સામેલ છે. લોકો જાણે છે કે, પ્રિયંકા ચોપરાની સ્માઈલ ખુબ સુંદર છે. તેની સ્માઈલની કોઈ કોપી ન કરે તે માટે તેમણે કોપી રાઈટ લઈ રાખ્યો છે. તેના માટે કોપીરાઈટ લીધો છે. જો કોઈ સર્જરી દ્વારા તેના સ્મિતની નકલ કરવાનો પ્રયાસ કરશે તો તેને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

બોલિવુડ અભિનેત્રી મલ્લિકા શેરાવતે તેના આખા શરીરનો વીમો કરાવ્યો છે. મલ્લિકાનું કહેવું છે કે, બોડીને મેન્ટેન કરવામાં ખુબ સમય લાગે છે. એટલા માટે તેમણે પોતાની બોડીનો વીમો કરવવો ખુબ જરુરી છે.

બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનનો અવાજ ખુબ સુંદર છે. તે પોતાના અવાજ માટે જાણીતો છે. તેના અવાજનો લોકોએ ખોટો ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ તેમણે પોતાના અવાજનો કોપીરાઈટ કરાવ્યો હતો. જેનાથી કોઈ ખોટો ઉપયોગ ન કરી શકે.

અભિનેતા જૉન અબ્રાહમે ફિલ્મ દોસ્તાના એક ગીતમાં પોતાના હિપ્સ ફ્લોન્ટ કર્યા હતા. આ ગીત બાદ તે ખુબ ચર્ચામાં પણ આવ્યો હતો. રિપોર્ટ મુજબ જોન અબ્રાહમે ત્યારબાદ પોતાના હિપ્સનો વીમો કરાવ્યો હતો.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જોન અબ્રાહમે આ માટે 10 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.