
ઐશ્વર્યા માત્ર ભારત જ નહીં, પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ જાણીતું નામ છે. તેમણે અનેક હિટ ફિલ્મો આપી છે જેમ કે હમ દિલ દે ચૂકે સનમ, દેવદાસ, જોધા અકબર, અને ગુરુ. તેમની આ સફળ ફિલ્મોએ તેમને મોટો ફાયનાન્શિયલ લાભ આપ્યો છે.

ઐશ્વર્યા રાય બચ્ચનની અંદાજિત કુલ સંપત્તિ ₹828 કરોડથી વધુ છે. તેઓ બચ્ચન પરિવારનો પણ ભાગ છે અને તેમની પાસે મુંબઈ, દુબઈ અને અન્ય સ્થળોએ પ્રોપર્ટી છે. તાજેતરમાં તેમને જુહુમાં આવેલા તેમના લક્ઝુરિયસ બંગલામાં જોવા મળ્યા હતા.

ઐશ્વર્યા અનેક બ્રાન્ડના એંબેસેડર રહી ચૂકી છે જેમ કે લોરિયલ, લોંગીન્સ, અને કોકા-કોલા. એન્ડોર્સમેન્ટ ડીલ્સ અને ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સમાંથી પણ તેઓ કરોડો કમાઈ ચૂકી છે.
Published On - 4:43 pm, Thu, 17 July 25