
આલિયા ભટ્ટનું આ આઉટફિટ અંદાજે 180 ટેક્સટાઈલ પેચથી બનાવવામાં આવ્યું છે. 3000 કલાકની મહેનતથી તૈયાર થયેલા આ આઉટફિટમાં સોના અને ચાંદીની નકશી અને ફુલ પણ જોવા મળી રહ્યા છે.

પહેલી વખત નથી કે, આલિયાએ પોતાના લગ્નના કપડાં રિપીટ કર્યા છે. તેમણે આ પહેલા વર્ષ 2023માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર માટે પોતાની વેડિંગ સાડી પહેરી હતી. આલિયાએ નેશનલ એવોર્ડમાં ડિઝાઈનર સબ્યસાચીની સાડી રિપીટ કરી હતી.