
રવિના ટંડને 2004 માં ઉદ્યોગપતિ અનિલ થડાની સાથે લગ્ન કર્યા હતા. તમને જણાવી દઈએ કે તેમના લગ્નને 19 વર્ષ થઈ ગયા છે અને તેમની વચ્ચે ઘણો પ્રેમ છે.

રવિના ટંડને જે બે દીકરીઓને દત્તક લીધી હતી તેના લગ્ન થઈ ચૂક્યા છે અને તેમને બાળકો પણ છે.રવિના એક પુત્રી અને એક પુત્રની માતા છે. તેમની દીકરીનું નામ રાશા અને દીકરાનું નામ રણબીર છે.

રવિના ટંડનની પુત્રી રાશા થડાની તેના બોલિવૂડ ડેબ્યૂને લઈને ચર્ચામાં છે. તે પહેલી ફિલ્મ 'આઝાદ' ના 'ઓઈ અમ્મા' ગીતથી પણ લાઈમલાઈટમાં જોવા મળી રહી છે.તો આજે આપણે રાશા થડાનીની પર્સનલ લાઈફ તેમજ તેના પરિવાર વિશે વાત કરીશું.

રવિના ટંડનની પુત્રી રાશા થડાની તેની આગામી ફિલ્મ 'આઝાદ' થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે.'આઝાદ' ફિલ્મ 17 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે.આ ફિલ્મમાં અજય દેવગનનો ભત્રીજો અમન દેવગન પણ મુખ્ય ભૂમિકામાં છે

રાશા થડાની બોલિવૂડની ટોચની અભિનેત્રી રવિના ટંડનની પુત્રી છે. તેની માતાની જેમ અભિનેત્રી બનવા માંગે છે. હવે જોવાનું રહેશે કે, રાશા માતાની જેમ બોલિવુડમાં હિટ ફિલ્મો આપે છે કે કેમ.

સ્ટાર કિડ્સની ફિલ્મમાં કામ કરવાની સાથે સાથે અભ્યાસમાં પણ ધ્યાન આપી રહી છે. આઝાદ ફિલ્મના શૂટિંગ વખતે રાશા અભ્યાસ કરતી પણ જોવા મળી હતી.

તમને જણાવી દઈએ કે રાશા સોશિયલ મીડિયા પર ખૂબ ફેમસ અને એક્ટિવ પણ રહે છે છે અને લોકો તેને એક નવી ફેમસ સ્ટાર કહી રહ્યા છે.રાશાનું પૂરું નામ રાશાવિશાખા છે.

રાશાએ બોલિવૂડમાં કારકિર્દી બનાવતા પહેલા જ પોતાની સુંદરતાથી લોકોના દિલ જીતી લીધા છે. ચાહકો રાશાને માતાની કોપી પેસ્ટ કહી રહ્યા છે.

વર્ષ 2021માં તેમણે IGCSE એટલે કે ઇન્ટરનેશનલ જનરલ સર્ટિફિકેટ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની પરીક્ષા પણ પાસ કરી હતી. અભિનય ઉપરાંત રાશાને ફોટોગ્રાફીનો પણ શોખ છે.