
પોસ્ટ મુજબ નરગીસ અને ટોનીના લગ્ન લૉસ એન્જલિસના બેવર્લી હિલ્સ સ્થિત ફોર સીઝન્સ હોટલમાં થયા હતા.રિપોર્ટ મુજબ ટોની બેગ લોસ એન્જલસમાં સ્થાયી થયો છે. લગ્ન બાદ નરગીસે સ્વિઝરલેન્ડ રજાઓ માણતી જોવા મળી હતી.

નરગિસે તેના લાંબા સમયના બોયફ્રેન્ડ ટોની બેગ સાથે ચુપચાપ લગ્ન કરી લીધા છે. આ સમાચાર સામે આવ્યા બાદ ચાહકો નરગીસ ફખરીને અભિનંદન આપી રહ્યા છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે બંનેના લગ્ન લોસ એન્જલસમાં થયા હતા. એક ખાનગી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફક્ત પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા. નરગીસના પતિ કાશ્મીરના છે.
Published On - 10:21 am, Sun, 23 February 25