કુંભ મેળા 2025માં મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર પદ પરથી હટાવાઈ, જુઓ પરિવાર

મમતાએ મુંબઈની સેન્ટ જોસેફ કોન્વેન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે.હિટ ફિલ્મો આપ્યા બાદ ભારત પરત ફરેલી અભિનેત્રી મમતા કુલકર્ણીના પરિવાર વિશે જાણીએ.

| Updated on: Jan 31, 2025 | 1:30 PM
1 / 11
મમતા કુલકર્ણીએ સફળ કારકિર્દી વચ્ચે ભારત છોડી દીધું હતુ. અભિનેત્રીએ લગ્ન કર્યા છે કે, નહિ તેના પર હજુ સુધી સ્પષ્ટતા કરી નથી. તો આજે આપણે મમતા કુલકર્ણીના પરિવાર તેમજ તેની પર્સનલ લાઈફ વિશે જાણીએ.

2 / 11
90ના દશકમાં બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ઘણી અભિનેત્રીઓએ એન્ટ્રી કરી હતી, જેમની એક્ટિંગની સાથે-સાથે સુંદરતાની પણ આજે પણ ચર્ચા થાય છે. આ લિસ્ટમાં મમતા કુલકર્ણીનું નામ પણ સામેલ છે,

3 / 11
 જે હવે ફિલ્મી દુનિયાથી દૂર છે પરંતુ એક સમય હતો જ્યારે બોલિવૂડમાં તેનું નામ સૌથી ટોચ પર લેવામાં આવતું હતું. જ્યારે ચાહકો તેની ફિલ્મોની રાહ જોતા હતા, ત્યારે મમતાએ પણ તેના બોલ્ડ લુકથી ચાહકોમાં સનસનાટી મચાવી હતી.

4 / 11
  મમતા કુલકર્ણી 52 વર્ષની છે. અભિનેત્રીનો જન્મ 20 એપ્રિલ 1972ના રોજ મુંબઈમાં થયો હતો. અભિનેત્રીએ તેની કારકિર્દીમાં એક પછી એક હિટ ફિલ્મો આપી, જે આજે પણ પસંદ કરવામાં આવે છે. પરંતુ હવે મમતા કુલકર્ણી બોલિવુડથી દુર છે.

5 / 11
 કુલકર્ણીએ 1992માં આવેલી ફિલ્મ તિરંગાથી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. 1993માં આશિક આવારામાં અભિનય કર્યો, જેણે તેણીને લક્સ ન્યુ ફેસ ઓફ ધ યર માટે ફિલ્મફેર એવોર્ડ જીત્યો.

6 / 11
વક્ત હમારા હૈ (1993), ક્રાંતિવીર (1994), કરણ અર્જુન (1995), સબસે બડા ખિલાડી (1995) અને બાઝી (1995) જેવી ઘણી લોકપ્રિય ફિલ્મોમાં જોવા મળી હતી.

7 / 11
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, મમતા કુલકર્ણી હવે સાધવી બની ગઈ છે. વર્ષ 2024માં મમતા કુલકર્ણીએ અચાનક દુનિયા સામે આવી હતી. તેમણે પોતાની લાઈફ પર લખેલુ પુસ્તક ઓટોબાયોગ્રાફી બાય યોગિનીને લોન્ચ કર્યું હતુ.

8 / 11
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, તે સમયે લોકોને મમતા એટલી પસંદ હતી કે, મમતાના ટેટુ લોકો હાથમાં બનાવતા હતા.  1994માં મમતાને લઈ પહેલો વિવાદ સામે આવ્યો હતો. જ્યારે તેમણે ટોપલેસ ફોટોશૂટ કરાવ્યું હતુ. જેના કારણે તેના વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી અને 15 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

9 / 11
મમતા કુલકર્ણીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે કહી રહી છે કે, 'મારી પાસે 40 ફિલ્મો, 3 ફ્લેટ, 4 કાર હતી અને મેં વિશ્વભરમાં 50 કોન્સર્ટ કર્યા હતા, પરંતુ મેં બધું જ છોડી દીધું હતું. હવે મારી પાસે કંઈ ન હોવા છતાં હું ફિલ્મોમાં કમબેક નહીં કરું. હું આધ્યાત્મિક યાત્રા પર છું અને કુંભ મેળા 2025 માટે ભારત આવી છું.

10 / 11
મમતા કુલકર્ણીએ ઈન્ટરવ્યુમાં સ્પષ્ટતા કરી કે, તે કુંભ મેળા 2025 માટે ભારત આવી છે. જે લોકો એવું વિચારે છે કે તે બોલીવુડમાં કમબેક કરશે. તો આ સમાચાર ખોટા છે.

11 / 11
મમતા કુલકર્ણીના પરિવાર તેમજ તેની પર્સનલ લાઈફ વિશે જાણો

Published On - 9:38 am, Sun, 22 December 24