
આ તમામ અફવાઓ બાદ જ્યારે મુંબઈ બ્લાસ્ટ કેસમાં સંજય દત્તનું નામ આવ્યું તો માધુરીએ સંજય દત્ત સાથે તમામ સંબંધો તોડી નાંખ્યા હતા.1991માં રિલીઝ થયેલી ફિલ્મ 'સાજન'માં સંજય અને માધુરીની જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી હતી.

સંજય દત્ત સિવાય માધુરીની જોડી અનિલ કપુર સાથે પણ ચાહકોને પસંદ થવા લાગી હતી. બંન્ને ઓનસ્ક્રીન નહિ પરંતુ ઓફ સ્ક્રીન કેમિસ્ટ્રી પણ સારી લાગતી હતી. અનિલ કપુર અને માધુરીએ અંદાજે 20થી વધુ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. અનેક અફવા થવા લાગી પરંતુ આ બંન્ને ક્યારે આ વાતને સ્વીકારી ન હતી.