
તેરી ગલિયા અને ઈશ્કબાજ જેવા અનેક પોપ્યુલર શોનો ભાગ રહી ચૂકેલા અવિનાશ મિર્શા પણ બિગ બોસના ઘરમાં પહોંચ્યો છે. પોતાની ડ્રેશિંગ એન્ટ્રીથી સૌ કોઈના દિલમાં સ્થાન બનાવી લીધું છે.

90ના સમયની સુંદર અભિનેત્રી શિલ્પા શિરોડકર લાંબા સમય બાદ સ્ક્રીન પર પરત ફરી છે. તેમની બિગ બોસ 18માં એન્ટ્રી ચાહકો માટે ખુબ સરપ્રાઈઝિંગ રહી છે. હવે જોવાનું રહેશે કે, શિલ્પા શોમાં શું ધમાલ દેખાડે છે.

બિગ બોસ 18નો 5મો સ્પર્ધક તેજિંદર સિંહ બગ્ગા બન્યો છે. જે ભારતીય જનતા યુવા મોર્ચાનો રાષ્ટ્રીય સચિવ રહી ચૂક્યો છે.38 વર્ષીય તજિન્દર ઉત્તરાખંડ ભાજપ યુવા પાંખનો પ્રભારી પણ છે.

સાઉથ અભિનેત્રી શ્રુતિકા અર્જુન પણ સલમાન ખાનના શઓમાં પોતાનો જલવો દેખાડવા માટે તૈયાર છે. શો દરમિયાન તેમણે પોતાના કરિયર વિશે રસપ્રદ ખુલાસો પણ કર્યો હતો. શ્રુતિકાએ જણાવ્યું કે, તેમણે પોતાના કરિયરમાં માત્ર 4 ફિલ્મ કરી છે, જે ફ્લોપ રહી છે.

નાયરા એમ બનર્જી પણ બિગ બોસ 18માં એન્ટ્રી કરી ચૂકી છે. નાયરા આ પહેલા ખતરો કે ખેલાડી 13માં જોવા મળી હતી. તેમણે પોતાના કરિયરમાં તેલુગુ, હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં કામ કર્યું છે.

નાયરા એમ બનર્જી પણ બિગ બોસ 18માં એન્ટ્રી કરી ચૂકી છે. નાયરા આ પહેલા ખતરો કે ખેલાડી 13માં જોવા મળી હતી. તેમણે પોતાના કરિયરમાં તેલુગુ, હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં કામ કર્યું છે.

ખતરો કે ખેલાડી 14નો વિનર અને ટીવીનો પોપ્યુલર અભિનેતા કરણ વીર મહેરાએ બિગ બોસમાં એન્ટ્રી કરી છે. તમને જણાવી દઈએ કે, કરણ વીર મહેરા બોલિવુડ ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યો છે.

કોન્ટ્રવર્સીમાં ઘરાયેલો વેટલિફ્ટર રજત દયાળે પણ બિગ બોસમાં 10માં સ્પર્ધક તરીકે એન્ટ્રી કરી હતી. જેલ જઈ ચૂકેલા રજત દલાલ શો દરમિયાન પોતાની લાઈફ સાથે જોડાયેલા અનેક ખુલાસા કરી શકે છે.

ટીવી શો અનુપમાની મુસ્કાન બામન પણ બિગો બોસ શોનો ભાગ બની ચૂકી છે. અનુપમા સિરીયલમાં પાખીનું પાત્ર નિભાવનાર મુસ્કાનના ચાહકો મોટી સંખ્યામાં છે.

બિગ બોસ 18માં એક પતિ અને પત્નીની જોડી પણ જોવા મળશે. કારણ કે, બિગ બોસના ઘરમાં અરફીન ખાન અને સારા અરફીન ખાને એન્ટ્રી કરી છે.

જિંદગી બર્બાદ હો ગયાથી રાતો રાત વાયરલ થયેલી હેમા શર્મા ઉર્ફ વાયરલ ભાભીએ પણ સલમાન ખાના શોમાં એન્ટ્રી કરી ચૂકી છે. તેમણે દબંગ-3, યમલા પગલા દિવાના ફિલ્મમાં પણ જોવા મળી ચૂકી છે.

બિગ બોસ 18માં આ વખતે વકીલની એન્ટ્રી થઈ છે. આ બીજું કોઈ નહિ પરંતુ ગુણરત્ન સદાવર્તે છે.જેઓ ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે માર્ચ 2023માં તેમના પર NCP નેતા શરદ પવાર પર હુમલો કરવા માટે વકીલને ઉશ્કેરવાનો આરોપ લાગ્યો હતો.

ટીવી અભિનેત્રી ઈશા સિંહને સૌ કોઈ ઓળખે છે. 17 વર્ષની ઉંમરમાં ટીવીશોથી કરિયરમાં શરુઆત કરનારી ઈશાએ હવે બિગ બોસ 18માં એન્ટ્રી કરી ચૂકી છે.

પ્યાર કી એક કહાની અને મધુબાલા જેવા હિટ શોમાં કામ કરી ચૂકેલ અભિનેતા વિવિયન ડીસેનાએ અંદાજે 8 વર્ષ બાદ ફાઈનલી બિગ બોસમાં એન્ટ્રી કરી છે. બિગ બોસ ખુદે વિવિયન ડીસેનાને પહેલો ફાઈનલિસ્ટ જાહેર કરી દીધો છે.

ટીવી શો પંડ્યા સ્ટોર ફેમ અભિનેત્રી એલિસ કૌશિક પણ બિગ બોસ 18ની સ્પર્ધક બની ચૂકી છે. બિગ બોસે વિવિયન ડીસેનાની સાથે એલિસને સેકન્ડ ફાઈનલિસ્ટ જાહેર કરી છે.

બિગ બોસના ઈતિહાસમાં પહેલી વખત એવું થયું છે કે, જ્યારે 19મો સ્પર્ધક ગદર્ભ એન્ટ્રી કરી છે. 18 સ્પર્ધક વચ્ચે ગદર્ભની એન્ટ્રી ખુબ યુનિક અને શાનદાર છે. હવે જોવાનું રહેશે,તે સલમાન ખાનના શોમાં શું કરે છે.