
ભારતી સિંહ કોમેડી શો જ નહિ પરંતુ પંજાબી તેમજ બોલિવુડ ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. બોલિવુડ ફિલ્મ ખેલાડી 786 અને સનમ રે માં પણ જોવા મળી ચુકી છે.કોમેડીમાં તેની કારકિર્દી શરૂ કરતા પહેલા, ભારતી રાષ્ટ્રીય રેન્કની તીરંદાજ અને પિસ્તોલ શૂટર હતી.

ભારતી સિંહે વર્ષ 2017માં હર્ષ લિંબાચિયા સાથે લગ્ન કર્યા હતા. બંન્ને એક પુત્રના માતા-પિતા પણ છે. જેનો જન્મ વર્ષ 2022માં થયો છે. અભિનેત્રી ટીવીના કેટલાક જાણીતા શો પણ હોસ્ટ કરે છે. સાથે પોતાની યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે.