
બીજી વખત પિતા બનવા વિશે વાત કરતા અરબાઝ ખાને કહ્યું હું ખુબ એક્સાઈટેડ છું, હું ખુશ છુ અને જવાબદારીનો એક નવો અહેસાસ થઈ રહ્યો છે.બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં હીરો તરીકે પોતાના અભિનયનો જાદુ બતાવનાર અભિનેતા અરબાઝ ખાન હાલમાં ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક છે. તેમણે 1996માં ફિલ્મ "દરાર" થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

તમને જણાવી દઈએ કે, વર્ષ 2023માં અરબાઝ ખાન અને શુરાએ લગ્ન કર્યા હતા.એ વર્ષે જ અરબાઝનું જોર્જિયા એન્ડ્રિયાની સાથે બ્રેકઅપ થયું હતુ. શુરા પહેલા અરબાઝ ખાને મલાઈકા અરોરા સાથે 1998માં લગ્ન કર્યા હતા.પરંતુ 20 વર્ષ બાદ 2017માં બંન્ને અલગ થયા હતા.

અરબાઝ ખાને પોતાના પ્રોડક્શન હાઉસ, અરબાઝ ખાન પ્રોડક્શન્સ હેઠળ ઘણી ફિલ્મોનું નિર્માણ કર્યું છે. વર્ષ 2010 માં, તેમણે તેમના ભાઈ સલમાન ખાન સાથે "દબંગ" ફિલ્મ બનાવી હતી.