
10 એપ્રિલના રોજ અનંત અંબાણી 29 વર્ષનો થઈ જશે. ત્યારે અંબાણીના એક ફેન પેજે જન્મદિવસના જશ્નને લઈ ચાલી રહેલી તૈયારીઓની ઝલક દેખાડી હતી. જેમાં અંબાણી ફેન પેઝ અનુસાર સિંગર બી પ્રાક અનંતના બર્થ ડે સેલિબ્રેશનમાં પરફોર્મ કરી શકે છે. અહિ મહેમાનોના બેસવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

પોપ સ્ટાર રિહાન્નાએ તાજેતરમાં અનંત અંબાણીની પ્રી-વેડિંગ સેરેમનીમાં પરફોર્મ કર્યું હતું. આ માટે તેણે 74 કરોડ રૂપિયાની ફી લીધી અને સ્ટેજ પર 19 ગીતો ગાયા હતા.અનંત અંબાણીની પ્રી-વેડિંગ સેરેમનીમાં રિહાનાના પરફોર્મન્સની દેશી અને વિદેશી મીડિયામાં ખૂબ પ્રશંસા થઈ હતી.