
આ સાડી દેખાવમાં સાવ સાદી હતી, તેના પર કોઈ પ્રિન્ટ અથવા ડિઝાઇન નથી. પરંતુ તેની બોર્ડર પર રામાયણ સાથે જોડાયેલા કેટલાક ખાસ દ્રશ્યો જોવા મળે છે. આ સાથે તેણે બ્લુ કલરની પ્રિન્ટેડ શાલ પહેરી છે. આલિયાનો આ આઉટફિટ બધાને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ ઉપરાંત તે આ ટ્રેડિશનલ લુકમાં પણ એકદમ સ્ટાઇલિશ લાગી રહી છે.

આ સાથે રણબીર કપૂર પણ સફેદ રંગનો કુર્તા પાયજામા પહેરીને જોવા મળ્યો હતો અને તેની સાથે તેણે સફેદ રંગની શાલ પણ પહેરી હતી. તે બંને દેશી તેમજ સ્ટાઇલિશ લાગતા હતા. રોહિત શેટ્ટી અને વિકી કૌશલે પણ કુર્તા પાયજામા પહેર્યા હતા. પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે પહોંચેલા મોટાભાગના સ્ટાર્સ ટ્રેડિશનલ લૂક પહેરીને પહોંચ્યા હતા.