
આટલું જ નહી કાસ્ટિંગ કાઉચનો વીડિયો લીંક થયા બાદ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પહેલી પોસ્ટ પણ કરી છે. અભિનેત્રીનો વીડિયો વાયરલ થયા બાદ તમિલ સિનેમામાં મહિલાઓની સ્થિતિને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. આ મામલે શ્રુતિ નારાયણન તરફથી હજુ કોઈ નિવેદન સામે આવ્યું નથી.

તો ચાલો જાણીએ કોણ છે શ્રુતિ નારાયણન તમિલ ટીવી ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. 24 વર્ષની શ્રુતિને વર્ષ 2023માં શરૂ થયેલા શો 'સિરાગાદિક્કા અસાઈ'થી ખાસ ઓળખ મળી છે. આ સિવાય તેણે 'કાર્તિગાઈ દીપમ', 'મારી' અને 'સિટાડેલઃ હની બન્ની'માં પણ કામ કર્યું છે.