22 વર્ષની ઉંમરે 50 ફિલ્મ સાઈન કરનાર ગોવિંદાનો પરિવાર જુઓ

|

Oct 01, 2024 | 10:06 AM

બોલિવુડના હિરો નંબર વન એટલે કે, ગોવિંદાનો જન્મ 21 ડિસેમ્બર 1963ના રોજ થયો હતો. તેના પિતાનું નામ અરુણ જે એક અભિનેતા હતા. તેનું માતાનું નામ નિર્મલા દેવી તે એક જાણીતી સિંગર હતી. એક સમયે બોલિવુડમાં ગોવિંદાનો દબદબો હતો. આજે ગોવિંદાના પરિવાર વિશે વાત કરીએ.

1 / 11
ગોવિંદાનો જન્મ 21 ડિસેમ્બર 1963ના રોજ અભિનેતા અરુણ  કુમાર  અને ગાયિકા-અભિનેત્રી નિર્મલા દેવીને ત્યાં થયો હતો.ગોવિંદાના પિતા (અરુન આહુજા) ગુજરાનવાલા, પંજાબના વતની હતા, ગોવિંદાની માતા ઉત્તર પ્રદેશના વારાણસીની હતી. અભિનેતા 6 બાળકોમાં સૌથી નાનો હતો.

2 / 11
 તેમના ભાઈ કીર્તિ કુમાર અભિનેતા, નિર્માતા, દિગ્દર્શક અને ગાયક હતા. તેમની બહેન, કામિની ખન્ના, લેખક, સંગીત નિર્દેશક અને ગાયિકા હતી.

3 / 11
અભિનેતાની વર્ષ 2019ના રોજ છેલ્લી ફિલ્મ રંગીલા રાજા રિલીઝ થઈ હતી. તેના માતા-પિતા બંન્ને બોલિવુડની દુનિયામાં સક્રિય હતા.છ બાળકોમાં સૌથી નાના ગોવિંદાને પરિવારમાં પ્રેમથી ચીચી કહીને બાલવવામાં આવતા હતા. પંજાબીમાં નાની આંગળીને ચીચી કહે છે.

4 / 11
 ગોવિંદાના છ ભત્રીજાઓ અને બે ભત્રીજીઓ છે જે મોટે ભાગે બોલિવુડમાં સક્રિય છે,અભિનેતા વિનય આનંદ, કૃષ્ણા અભિષેક, આર્યન, અર્જુન સિંહ, રાગિણી ખન્ના, અમિત ખન્ના, આરતી સિંહ અને દિગ્દર્શક જન્મેન્દ્ર કુમાર આહુજા (ઉર્ફે ડમ્પી) ગોવિંદાનો સાળો દેવેન્દ્ર શર્મા અનેક હિન્દી ફિલ્મોમાં જોવા મળ્યા છે.

5 / 11
 ગોવિંદાના લગ્ન 11 માર્ચ 1987ના રોજ થયા હતા, તેમના લગ્ન ચાર વર્ષ સુધી ગુપ્ત રહ્યા હતા. તેમના બાળકો પુત્રી નર્મદા "ટીના" આહુજા અને પુત્ર યશવર્ધન બોલિવૂડ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. ટીનાએ સેકન્ડ હેન્ડ હસબન્ડ (2015)થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેમની મોટી પુત્રી ચાર મહિનાની હતી ત્યારે મૃત્યુ પામી હતી.

6 / 11
 5 જાન્યુઆરી 1994ના રોજ ખુદ્દારના શૂટિંગ માટે સ્ટુડિયોમાં મુસાફરી કરતી વખતે ગોવિંદા ગંભીર રીતે ઘાયલ થયા હતા. અભિનેતાની કાર અન્ય કાર સાથે અથડાઈ હતી અને તેને માથામાં ઈજા થઈ હતી. જો કે તેને ખૂબ લોહી વહી રહ્યું હતું, ગોવિંદાએ શૂટિંગ કેન્સલ કર્યું ન હતું

7 / 11
 ગોવિંદા કોમર્સમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે અભિનેતા બન્યા પહેલા તે નોકરી શોધી રહ્યો હતો. અંગ્રેજી ન આવડવાને કારણે નોકરી પણ મળી નહિ અને તેમને એક જાહેરાતમાં કામ મળ્યું ત્યારબાદ તે બોલિવુડમાં અનેક ફિલ્મોમાં તક મળી. સાથે તેના ડાન્સથી પણ ખુબ ફેમસ હતો.

8 / 11
ગોવિંદાએ જણાવ્યું કે તેણે 49 વર્ષની ઉંમરે પોતાની પત્ની સુનીતા આહુજા સાથે બીજા લગ્ન કરી ચૂક્યો. ગોવિંદાએ આ લગ્ન સંપૂર્ણ રીતિ-રિવાજ સાથે કર્યા હતા. તમને જણાવી દઈએ કે ગોવિંદા અને સુનીતા આહુજાના પ્રથમ લગ્ન 11 માર્ચ 1987ના રોજ થયા હતા. ગોવિંદા અને સુનિતાને એક પુત્રી ટીના આહુજા અને એક પુત્ર યશવર્ધન આહુજા છે.

9 / 11
ગોવિંદા સાંસદ પણ રહી ચૂ્ક્યા છે. કોંગ્રેસ તરફથી વર્ષ 2004માં તેમણે મુંબઈ નોર્થથી લોકસભાની ચૂંટણી જીતી હતી.

10 / 11
ગોવિંદાનો પુત્ર યશવર્ધન દેખાવની બાબતમાં તેના પિતાથી ઓછો નથી. યશવર્ધન એવા સ્ટાર કિડ્સમાંથી એક છે જેમને લાઇમલાઇટમાં રહેવું પસંદ નથી.

11 / 11
ટીના આહુજા એક અભિનેત્રી છે. તે પ્રખ્યાત બોલિવૂડ સ્ટાર ગોવિંદાની પુત્રી છે. ટીનાએ સેકન્ડ હેન્ડ હસબન્ડ (2015) ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.ટીનાએ ફેશન ડિઝાઇનિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે. ફિલ્મોની સાથે તે મોડલિંગ પણ કરે છે.

Published On - 5:26 pm, Mon, 8 April 24

Next Photo Gallery