જોખમી નેશનલ હાઈવે! ચિલોડા-શામળાજી નવા સિક્સલેન ઓવરબ્રિજ પર ખાડાનું જોખમ

|

Jun 14, 2024 | 7:01 PM

અમદાવાદ થી શામળાજી કે ઉદયપુર તરફ વાહન લઈને જતા હોય તો જરા સંભાળીને વાહન હંકારજો. અહીં સિક્સલાઈન હાઈવે જોઈને વાહન ભલે નેશનલ હાઈવે ઓથોરિટીએ જાહેર કરેલ મહત્તમ સ્પીડે હંકારવાનું મન થઈ આવે પરંતુ, હાઈવે પર વાહન હંકારવું એ જીવને જોખમમાં મુકવા સમાન છે. ચિલોડા થી શામળાજી હાઈવે પર અકસ્માતોની વણઝાર ઓવરબ્રિજ પર મસમોટા ખાડા પડવાને લઈ સર્જાઈ છે.

1 / 6
ઉદયપુર અમદાવાદ વચ્ચે વાહન હંકારીને પસાર થતા હોય તો જરા સંભાળીને. કારણ કે અહીંથી પૂરપાટ ગતિએ વાહન હંકારવું એટલે જીવને જોખમમાં મુકવા સમાન છે. તમે ભલે હાઈવે ઓથોરિટીએ જાહેર કરેલી મહત્તમ સ્પીડે વાહન હંકારો પરંતુ અકસ્માત દર થોડાક અંતરે જીવ જોખમમાં મુકાઈ શકે છે. કારણ કે મોટાભાગના ઓવરબ્રિજ પર મસ મોટા ખાડા વિના વરસાદે જ સર્જાયા છે. જેને લઈ વાહનો ખાડામાં પડતા જ અકસ્માત સર્જાય છે.

2 / 6
શામળાજી, ગડાદર, રાયગઢ, રાજેન્દ્રનગર, ગાંભોઈ, આગીયોલ, દલપુર, જેશિંગપુરા, પિલુદ્રા, સલાલ, કમાલપુર, મજરા, ચંદ્રાલા સહિતના ઓવરબ્રિજ જોખમી છે. આ ગામોના પાટીયા હાઈવે પર વંચાય તો તમારા વાહનને જરા મર્યાદિત સ્પીડ પર રાખવું વધારે હિતાવહ છે.

3 / 6
ઓવરબ્રિજના નિર્માણની ગુણવત્તા ખરાબ હોવાને લઈ છેલ્લા દોઢ બે વર્ષમાં મોટા ભાગના બ્રિજને અત્યાર સુધીમાં પાંચ થી સાત વાર રિપેર કરવાની જરુર પડી છે. હજુ સિક્સ લાઈને હાઈવેને ખૂલ્લો મુકાય એ પહેલા જ આ રીતે ઓવરબ્રિજ ને આટલીબધી વાર સમાર કામ કરવાની સ્થિતિ જ તેની ગુણવત્તા દર્શાવી રહી છે.

4 / 6
હાઈવે પર ખાડાને લઈ અકસ્માતોની રોજે રોજ વણઝાર જામી રહી છે. કોઈના કોઈના ઓવરબ્રિજ પર અકસ્માત સર્જાયેલા વાહનો ખડકાયેલા જોવા મળી રહ્યા છે. તો વળી વાહનોના ટાયર ફાટવાના પણ બનાવ બની રહ્યા છે, વાહનોને પણ નુક્સાન સર્જાઈ રહ્યુ છે.

5 / 6
સતત અકસ્માતોના કારણે વાહન ચાલકો અને મુસાફરોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. તો અકસ્માતોમાં લોકોએ ઈજાગ્રસ્ત થવું પડી રહ્યું છે. જેને લઈ સ્થાનિકો દ્વારા હવે ખાડાઓને રિપેર કરવાની માંગ કરી છે.

6 / 6
સ્થાનિક વાહન ચાલકો વિજય પટેલ અને પંકજ શાહે પણ આ મામલે હવે નેશનલ હાઈવેના ખાડાઓને દૂર કરીને હાઈવેને રિપેર કરવાની માંગ કરી છે. જેથી લોકોના માથેથી ઘાત દૂર કરી શકાય.

Next Photo Gallery